મુંબઈઃ મુંબઈના મલાડમાં અઠવાડિયાના પહેલાં જ દિવસે મોટી દુર્ઘટના બની હતી. સોમવારે મલાડ ઈસ્ટની એક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આ આગમાં આશરે 50થી વધુ ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને અત્યાર સુધી એક જણ ઈજાગ્રસ્ત અને એક જણનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી રહી છે.
મલાડના કુરાર વિલેજ નજીક આવેલા જામરૂશી નગર ઝૂંપટપટ્ટીમાં સોમવારે 12 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની માહિતી મળતાં જ પોલીસ અને અગ્નિશામક દળના જવાનોએ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
મળી રહેલી માહિતી અનુસાર ઝૂંપડપટ્ટીના એક ઘરમાં આગ લાગી હતી અને ત્યાંથી એ આગ ફેલાતી ગઈ. આગ ચોક્કસ કયા કારણસર લાગી છે તે હજી જાણી શકાયું નથી. પરંતુ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આ આગ ફાટી નીકળી હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. આ દુર્ઘટનામાં 12 વર્ષીય પ્રેમ તુકારામ બોરેને કાંદિવલી શતાબ્દી હોસ્પિટલમાં જઈ જતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મુંબઈના મલાડમાં અગ્નિતાંડવઃ એકનું મૃત્યુ
RELATED ARTICLES