આશરે અઢી વર્ષથી વધુ સમય બાદ મુંબઇના પ્રતિષ્ઠિત મલબાર હિલ વિસ્તારનો બી. જી. ખૈર રોડ હવે એકાદ અઠવાડિયામાં ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે, એમ મુંબઇ મહાનગર પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આ રોડ ખુલ્લો મૂકાવાથી મલબાર હિલમાં ટ્રાફિકની ભીડ હળવી થશે.
5 ઓગસ્ટ, 2020ના રોજ મલબાર હિલમાં ભૂસ્ખલન થયા બાદ રસ્તો ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. રસ્તાના સમારકામમાં આટલો લાંબો સમય કેમ લાગ્યો એમ પૂછવામાં આવતા પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે કે રસ્તાની નીચેની મુખ્ય પાણીની પાઈપલાઈન બદલવામાં આવી હતી, અને સ્ટોર્મ વોટર ડ્રેઇન જેવી અન્ય લાઇનોને પણ બદલવામાં આવી હતી. ટેકનિકલ સલાહકાર સમિતિએ આ રોડ રિપેર કરતા પહેલા બે ચોમાસાની રાહ જોવાનું સૂચન કર્યું હતું, પરંતુ અમે ત્રણ ચોમાસાની રાહ જોઈ. 2020 પછી કોઈ ભૂસ્ખલન ન થયું હોવાથી, અમે આ રોડને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટમાં રિપેર કરવાનું નક્કી કર્યું હતું. અહીં એક રિટેન્શન વૉલ પણ બનાવવામાં આવી છે. આ રોડના સમારકામનો ખર્ચ આશરે 50 કરોડ રૂપિયા થયો હતો.
મલબાર હિલના ભૂતપૂર્વ કોર્પોરેટર પ્રમોદ માંડરેકરે જણાવ્યું હતું કે, “મલબાર હિલના રહેવાસીઓ માટે આ માર્ગ ખૂબ જ ઉપયોગી છે. તે બંધ હોવાથી તેમને વાલકેશ્વર રોડ, નેપીયન્સી રોડ અને એનએસ પાટણકર રોડનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે ભારે ટ્રાફિક રહે છે. જો બી. જી. ખૈર રોડ ખુલ્લો કરવામાં આવે તો આ ત્રણ રસ્તાઓ પર ટ્રાફિકની ભીડ ઓછી થશે.
મલબાર હિલ રોડ ટ્રાફિક માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે
RELATED ARTICLES