Homeઆમચી મુંબઈમલાડમાં મહાલકારી રસ્તાને પહોળો કરવાને આડે આવતાં ૨૭ બાંધકામ હટાવ્યાં

મલાડમાં મહાલકારી રસ્તાને પહોળો કરવાને આડે આવતાં ૨૭ બાંધકામ હટાવ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ ઉપનગરમાં મલાડમાં રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત જી.જી.મહાલકારી રસ્તાને પહોળો કરવાને આડે આવનારાં ૨૭ બાંધકામ પી-ઉત્તર વોર્ડ દ્વારા હટાવવામાં આવ્યા હતા.
પાલિકાના પી-ઉત્તર વોર્ડના જણાવ્યા મુજબ મંગળવારે જી.જી.મહાલકારી રસ્તા પર રહેલાં ૨૭ બાંધકામ દૂર કરાયાં છે અને હવે રસ્તો પહોળો કરવાનું કામ આગળ વધશે. કુરાર વિલેજ અને ગોરેગાંવ મુલુંડ લિંક રોડને જોડવા માટે જી.જી.મહાલકારી રસ્તાને પહોળો કરવાનું આવશ્યક હતું.
મલાડ પરિસરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પી-ઉત્તર વોર્ડ દ્વારા અનેક ઉપાયયોજના હાથ ધરવામાં આવી છે. જેમાં હાલ ૧૨ મીટર પહોળો રેહલો જી.જી.મહાલકારી રસ્તો હવે ૧૮.૩૦ મીટર પહોળો કરવાનો છે. આ રસ્તા પર ૨૨ કમર્શિયલ અને વ્યવસાયિક અને પાંચ રહેવાસી એમ કુલ ૨૭ બાંધકામને કાયદાકીય પ્રક્રિયા પાર કરીને હટાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular