મેકિંગ ઓફ મૂવી: પડદા પાછળની વાત

મેટિની

ફિલ્મનામા-નરેશ શાહ

તમને ખબર છે, મુન્નાભાઈ એમ.બી.બી.એસ.માં મરણ પથારીએ પડેલાં પેશન્ટનું જે પાત્ર જીમી શેરગિલે ભજવ્યું હતું, તે પહેલાં કોને ઓફર થયેલું? ખુદ ગબ્બર એટલે કે મુન્નાભાઈનેયાને સંજય દત્તને. સંજુબાબાએ તરત હા પાડી દીધી હતી, પણ બીજા દિવસે નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ તેને કહ્યું કે, સંજુ, મુન્નાભાઈનું ટાઈટલ કેરેટકર તું જ કર.
મેઈન રોલ? સંજય તો વિમાસણમાં પડી ગયેલો
મુન્નાભાઈના ડિરેકટર રાજકુમાર હિરાણી કહે છે, અંગત સંબંધોને કારણે સંજય વિધુ વિનોદ ચોપડાને ના પાડી શકે તેમ નહોતો પણ મુખ્ય કિરદાર ભજવવું હોય તો ઘણાં બધા દિવસો જોઈએ અને સંજય માટે એ અઘરું કામ હતું . આખરે તો સંજય દત્ત જ મુન્નાભાઈ બન્યો, પણ એ જ ફિલ્મમાં લાફિંગ થેરાપી લેતાં ડો. અસ્થાના ઉર્ફે બોમન ઈરાનીએ તો પહેલાં જ દિવસના શૂંટીગ પછી ડિરેકટરને કહેલું કે, છોડ યાર… મને કંઈ આ જામતું નથી. અરશદ વારસી પણ સર્કિટના રોલ માટે બહુ ઉત્સાહિત નહોતો પણ… મુન્નાભાઈ એમ.બી.બી.એસ. અને પછી લગે રહો મુન્નાભાઈ ભારતીય ફિલ્મોના ઈતિહાસની ટ્રૂલી ક્લાસિક ફિલ્મો તરીકે નોંધાઈ ગઈ છે.
એવી જ ક્લાસિક ફિલ્મ હતી, લગાન. લગાનની ઘણી લોકવાયકા જેવી વાતો તમે જાણો જ છો પણ એ ખ્યાલ છે ખરો કે આ ફિલ્મમાં ભુવન (આમીરખાન) અને તેની ટીમની અંગે્રજો ધરપકડ કરે છે અને જેલમાં પણ નાખે છે. આમિરખાન વિદેશી મેમ તેના પર ફિદા છે એવું હિરોઈન ગે્રસી સિંહને કહીને ચીડવે છે અને રે ભૈયા, છૂટે લગાન એવું એક ગીત પણ આ ફિલ્મ માટે શૂટ થયેલું. ત્રણ કલાકને પાંત્રીસ મિનિટની લગાન તો આપણે એન્જોય કરી છે પણ આ સત્તર મિનિટના દ્રશ્યો તો કાપી નાખવામાં આવ્યાં હતાં.
આ કોઈ ફિલ્મી ગોસિપ નથી. ફરમાસુ દંતકથાઓ નથી કે ફાલતુ અફવાઓ નથી પણ હકીકત છે. મુન્નાભાઈનું એક ગીત (પલ-પલ-પલ)ની બીજી પંક્તિ ઓન ધ સ્પોટ લખી નાખવાના કારણે વિધુ વિનોદ ચોપરાએ ગીતકાર સદાનંદ કિરકિરેને એક લાખનો ચેક લખી આપ્યો હતો…. આ વાત ખુદ કિરકિરેએ ઓન રેકોર્ડ કહી છે અને એ દસ્તાવેજ હજારોની સંખ્યામાં ઉપલબ્ધ છે. યસ, મુન્નાભાઈ એમ.બી.બી.એસ. ફિલ્મની ડીવીડીમાં તેનું મેકિંગ છે અને તેમાં આ વાત કહેવાઈ છે.
મેકિંગ ઓફ ધ મૂવી.
મૂળ ફિલ્મથી જરા જુદી પણ વધુ ઈન્ટરેસ્ટીંગ અને ભારોભાર એક્સાઈટીંગ ગણાય એવી વાર્તા મેકિંગ ઓફ ધ મૂવીમાં જાણવા મળતી હોય છે. મેકિંગ ઓફ ધ મૂવી એટલે ફિલ્મના નિર્માણ પાછળની કથા. વાર્તાના જન્મથી માંડીને તેની રિલીઝ સુધીની વાર્તામાંથી હાઈલાઈટસ જેવા મુદ્દાઓ મેકિંગ ઓફ ધ મૂવી હેઠળ દર્શકો સમક્ષ્ા મૂક્વાનો ટ્રેન્ડ હોલીવૂડમાં જૂનો છે. બોલીવૂડમાં એ છેલ્લાં દશકામાં વધુ સેટ થયો. જો કે પાયરેટેડ સીડી-ડીવીડીમાં ફિલ્મ માણી લેનારાઓને કદાચ, મેકિંગ ઓફ મૂવીના સીતાહરણની લાંબી ગતાગમ ન હોય એવું બની શકે, કારણ કે મોટાભાગે મેકિંગ જોવું-માણવું હોય તો ઓરિજિનલ ડીવીડી કે કલેકટર્સ એડિશન જ ખરીદવી પડતી હોય છે. અમારા અંગત કલેશકનમાં આવી સેંકડો હિન્દી ફિલ્મોની ડીવીડી છે અને એટલે જ અમારું માનવું છે કે કેટલીક ફિલ્મો કરતાં તેનું મેકિંગ વધુ યાદગાર હોય છે. દાખલા તરીકે, સાજીદ ખાનની ફિલ્મ હેય બેબી. આ ફિલ્મનું મેકિંગ ખુદ સાજિદ ખાને ડિરેકટ ર્ક્યું છે અને તેણે ફિલ્મના શૂટીંગના પ્રત્યેક દિવસને શૂટ ર્ક્યો છે. મજા એ છે કે મૂળ ફિલ્મ કરતાં મેકિંગનું ડયૂરેશન (સાડા ત્રણ કલાક) મોટું છે.
એવું જ લગાન ફિલ્મનું. આમીરખાને તો લગાન ફિલ્મના મેકિંગને જ એક ફિલ્મનું સ્વરૂપ આપેલું અને ચલે ચલો નામથી આ ફિલ્મ મોટા શહેરોમાં રિલીઝ પણ કરેલી.
ઘણી ફિલ્મોના મેકિંગની સાથે ડિલિટેડ સીન (કાપી નખાયેલાં દૃશ્યો) અને ગીત-સંગીતની પણ વિગતે વાત કરવામાં આવતી હોય છે. રબને બના દી જોડીમાં આવા દશ મિનિટનાં દૃશ્યો છે અને ગીતકાર જયદીપ સાહની સમજાવે છે કે ડાન્સ પે ચાન્સ માર લે ગીત કેમ લખાયું અને આવું શા માટે લખાયું. ગજિની ફિલ્મના મેકિંગમાં આમિરખાને એઈટ પેક કરવા માટે કરાયેલાં વર્કઆઉટને દેખાડવામાં આવ્યું છે. ધૂમ અને જહોની ગદ્દાર ફિલ્મના મેકિંગમાં તો તેના ઓલ્ટરનેટિવ એન્ડ (વૈકલ્પિક અંત) પણ તમને જોવા મળે છે. પ્રકાશ ઝાની રાજનીતિ ની કલેકટર્સ એડિશનમાં બે ડીવીડીનો સેટ મૂકાયેલો, મૂવી ઉપરાંતની ડીવીડીમાં પ્રકાશ ઝા અને અંજુમ રજબઅલીની લાંબી એકડેમિક અને ઈન્ટરેસ્ટીંગ ચર્ચા સાંભળો તો સમજાય કે આ ફિલ્મ વીસમી સદીનું મહાભારત છે અને દરેક કિરદારમાં કર્ણ, અર્જુન, કૃષ્ણ અને પાંડવ તમને દેખાવા લાગે. કેટલાંક મેકિંગમાં મૂવી અને પ્રોડકશન સ્ટીલ્સ (ફોટોગ્રાફ)પણ મૂક્વામાં આવે છે. ઝિરો કે સંજુ કે પા ફિલ્મના મેકિંગમાં સ્પેશિયલ ઈફેકટ અને મેકઅપની કમાલનો કરતબ જોવાની ફિલ્મ જેટલી જ મજા આવે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.