ચોમાસાની ઋતુ ખાવા-પીવા અને હરવા-ફરવાની મોસમ છે, પણ શું થાય કે જ્યારે તમે બહાર નીકળો અને વરસાદ આવી જાય, તમારો મેકઅપ ખરાબ થઈ જાય તો…? અને બસ આ મેકઅપ ખરાબ થવાના ડરથી જ જો તમે બહાર જવાનું કે નીકળવાનું ટાળતા હોવ તો ડોન્ટ વરી, આજે અમે તમારી માટે અહીં કેટલીક એવી જ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જે તમને તમારી આ મુશ્કેલીમાંથી બચાવશે. જોકે આ માટે તમારે ખાસ કોઈ નવાં વૉટરપ્રૂફ મેકઅપ પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂર નથી, બસ અહીં આપેલી નાની નાની હૅક્સ જ તમારી મદદ કરશે અને તમે તમારા નૉર્મલ મેકઅપને જ વૉટરપ્રૂફ બનાવી શકશો.

ટાપટીપ -મૌસમી પટેલ

મોઈશ્ર્ચરાઈઝર
કોઈ પણ સીઝન હોય, સ્કિનને મોઈશ્ર્ચરાઈઝરની જરૂર તો પડે જ છે, પણ ચોમાસામાં હેવી ક્રીમના બેઝ લગાવવાથી બચો અને જેલ બેઝ્ડ કે પછી લાઈટ મોઈશ્ર્ચરાઈઝરનો ઉપયોગ કરવાનું રાખો. આ પ્રકારના મોઈશ્ર્ચરાઈઝરથી તમારી ત્વચા અને ચહેરો પણ ઓઈલી નહીં થાય.
———–
પ્રાઈમર
પ્રાઈમર સ્કિનને મેકઅપને શોષી લેતાં અટકાવે છે, પણ હા, તેને તમારી સ્કિન પર સેટ ચોક્કસ જ કરે છે. આ જ કારણ છે કે ચોમાસામાં પ્રાઈમર લગાવવાનું ભૂલશો નહીં…
——
મેટિફાઈંગ પાઉડર
પ્રાઈમર બાદ આગળ વધીએ અને વાત કરીએ મેટિફાઈંગ પાઉડરની. આ પાઉડર તમારા ફાઉન્ડેશનને ખરાબ થતાં અટકાવશે. મેકઅપ લગાવ્યા બાદ ચહેરા પર મેટિફાઈંગ પાઉડર ચોક્કસ જ લગાવો.
———
આઈબ્રો મેકઅપ
આઈ મેકઅપની સાથે સાથે આઈબ્રો મેકઅપ એટલો જ મહત્ત્વનો છે અને જો તમે આઈબ્રો પેન્સિલનો ઉપયોગ કરતા હોવ તો વરસાદમાં એ ફેલાઈ ન જાય એ માટે તમારે એના પર પેટ્રોલિયમ જૅલી એપ્લાય કરવી જોઈએ.
——–
નેલ કૉટ
આ ઋતુમાં નેલ પૉલિશ સૌથી વધુ ચિપ્ડ થઈ જાય છે એટલે આવા દિવસોમાં શક્ય હોય ત્યાં સુધી જેલ નેલ પેઈન્ટનો ઉપયોગ કરો, જે તમારી નખની સુંદરતામાં વધારો કરશે.
——-
આઈલાઈનર
આઈ મેકઅપમાં આઈલાઈનર સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે અને આઈલાઈનરને વરસાદમાં સ્મજ થતાં કે સ્પ્રેડ થતાં અટકાવવા માટે પહેલાં એનું એક લેયર લગાવી દો. એક કોટ પૂરી રીતે સુકાઈ જાય ત્યાર બાદ જ બીજો કોટ લગાવો.
——-
સેટિંગ સ્પ્રે
મેકઅપ પૂરો થાય એટલે સેટિંગ સ્પ્રે લગાવીને મેકઅપને લૉક કરી લો. સેટિંગ સ્પ્રે ચહેરાને ૧૦થી ૧૫ સેન્ટિમીટર દૂર રાખીને સ્પ્રે કરો. જો તમે ચાહો તો સેટિંગ સ્પ્રેની જગ્યાએ સેટિંગ પાઉડરનો ઉપયોગ કરો. આજકાલ બજારમાં વૉટરપ્રૂફ લિક્વિડ ક્ધવર્ટ મળે છે, જે તમારા નૉર્મલ મેકઅપને પણ વૉટરપ્રૂફ બનાવે છે. આને તમે લિપ કલર, આઈ બ્રો અને બ્લશર પર લગાવી શકો છો.
———
મસ્કરા પ્રોટેક્શન
તમારા રેગ્યુલર મસ્કરાની ઉપર મસ્કરા ટૉપ કોટ લગાવી લો. આવું કરવાને કારણે તમારો રેગ્યુલર મસ્કરા વૉટરપ્રૂફ થઈ જશે અને તમે વરસાદમાં પણ એકદમ ટેન્શન ફ્રી થઈને બહાર જવાનું પ્લાનિંગ કરી શકો છો.

Google search engine