આ છે સફેદ શૂઝ સાફ સિમ્પલ ફાઈવ ટિપ્સ-આમ તો સામાન્યપણે વરસાદની ઋતુમાં શૂઝને સાફ રાખવાનું કામ ખૂબ જ અઘરું હોય છે, પણ ખાસ કરીને સફેદ શૂઝને સાફ રાખવાનું તો ઓલટાઈમ ડિફિકલ્ટ ટાસ્ટ છે.
પગરખાંનું ફેબ્રિક આસાનીથી ધોવાઈ જાય છે, પરંતુ તેના પરથી કાદવ અને બાકીના ડાઘ દૂર કરવાનું થોડું મુશ્કેલ ટાસ્ક સાબિત થઈ શકે એમ છે. જ્યારે વરસાદ પડે ત્યારે સફેદ શૂઝને બચાવવા માટે આપણે બીજા કોઈ પણ કલરના શૂઝ પહેરી લઈએ છીએ, પણ જ્યારે વાત શાળા-કોલેજમાં જતાં બાળકોની આવે તો એમના માટે તો સફેદ શૂઝ પહેરવાનો નિયમ ફરજિયાત હોય છે. આજેઆપણે અહીં વાત કરીશું પાંચ એવી ક્વીક ટિપ્સ વિશે કે જેને ફોલો કરીને તમે તમારા ગંદા થઈ ગયેલા વ્હાઈટ શૂઝને એકદમ ચમકાવીને નવા જેવા બનાવી શકો છો.
મીઠું અને લીંબુ:
સૌથી પહેલાં એક વાસણમાં ગરમ પાણી લો હવે આ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ ઉમેરઅને હવે આ મિશ્રણને શૂઝના સફેદ કેન્વાસ પર લગાવો અને તેને હળવા હાથથી સાફ કરવાનું શરું કરો.ત્યાર બાદ આ શૂઝને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સૂકવી દો. તમારા મેલા શૂઝ એકદમ ક્લીન અને ચકચકિત થઈ જશે.
બેકિંગ સોડા:
લીંબુ અને મીઠા સિવાય બેકિંગ સોડા પણ વ્હાઈટ શૂઝને ચમકાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. થોડો બેકિંગ સોડા લો અને હવે તેમાં થોડું પાણી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ તૈયાર થયેલી પેસ્ટને શૂઝ પર લાગેલા ડાઘ પર લગાવો અને ધીમે ધીમે મસાજ કરો. આવું કર્યા પછી શૂઝને ચોખ્ખા પાણીથી ધોઈને સૂકવા મૂકી દો.
ડિટર્જન્ટ અને ટૂથબ્રશ:
એક વાટકીમાં હૂંફાળું પાણી લો અને હવે તેમાં થોડું ડિટર્જન્ટ ઉમેરો અને આ મિશ્રણને શૂઝના ડાઘ પર લગાવો. ત્યાર બાદ નરમ ટૂથબ્રશનો ઉપયોગ કરીને ડાઘને હળવા હાથે સ્ક્રબ કરો. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખો કેતમારું ટૂથબ્રશ નવું અને એકદમ સાફ-સૂથરું હોવું જોઈએ. હવે શૂઝને સ્વચ્છ પાણીથી ધોઈને સૂકવી દો.
વ્હાઈટ વિનેગર:
થોડું સફેદ વિનેગર લો અને તેને એક કપડાંના ચીંથરામાં નાખો. આ ચીંથરાને પગરખાના સફેદ કપડા પર લગાવો અને ડાઘને ઘસવાનું શરૂ કરો. તેને ધીમે ધીમે મસાજ કરો જેથી વિનેગર સંપૂર્ણપણે શૂઝ પર લાગી જાય. લાસ્ટમાં ચોખ્ખા પાણીથી ધોઈને જૂતાને સૂકવી લો.
નેલ પેઈન્ટ રીમુવરઃ
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમેકોટનનો ઉપયોગ કરીને શૂઝ પર નેઈલ પેઈન્ટ રીમુવર લગાવીને પણ તમારા સફેદ શૂઝને એકદમ ચમકાવી શકો છો. આ રિમૂવરને થોડીવાર માટે રાખી શકો છો. આ પછી, તમે સાબુ અને પાણીનો ઉપયોગ કરીને પગરખાં ધોઈ શકો છો. આ પ્રક્રિયા પછી તમારા શૂઝ એકદમ નવા જેવા ચમકદાર દેખાશે.