Homeઆપણું ગુજરાત‘મોદીજીને જીતાડો નહીં તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે’, આસામના CMએ ગુજરાતમાં...

‘મોદીજીને જીતાડો નહીં તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે’, આસામના CMએ ગુજરાતમાં હિન્દુત્વકાર્ડ ખેલ્યું

દેશની રાજધાની દિલ્હીમાં આફતાબ નામના સખ્શે 26 વર્ષની શ્રદ્ધા વાકરની કરેલી ઘાતકી હત્યાથી દેશભરના લોકો ધ્રુજી ઉઠ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ આ મુદ્દાને ધાર્મિક-રાજકીય રંગ આપી મત ઉઘરાવાની રમત રમી રહી છે. ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવેલા આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમાએ કચ્છમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે કે, જો દેશમાં કોઈ મજબૂત નેતા નહીં હોય તો, દરેક શહેરમાં આફતાબ પેદા થશે, નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે.
ચૂંટણી નજીક આવતા પ્રચાર માટે ભાજપે તેની જૂની ‘હિન્દુત્વની’ મોડસ ઓપરેન્ડી અપનાવી છે. ભાજપ શ્રદ્ધા વાકરની હત્યાના કેસને લવ જેહાદમાં ખપાવી હિંદુઓમાં ડર ઉભો કરી વોટ પડાવવા પ્રયત્નો કરી રહી છે. હિમંત બિશ્વા સારમાએ જાહેરસભામાં શ્રદ્ધા હત્યાનું પૂરું વર્ણન પણ કર્યું. તેમણે કહ્યું કે કહ્યું, ‘આફતાબ શ્રદ્ધાને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી નાખ્યા. અને ટુકડા ક્યાં રાખ્યા? ફ્રિજમાં. અને જ્યારે એક યુવતીની લાશના ટુકડા ફ્રિજમાં હતા તો એ બીજી યુવતીને ઘરે લાવ્યો અને ડેટિંગ શરૂ કર્યું.’
આ ભયાનક ઘટનાનું વર્ણન કર્યા બાદ તેમણે મોદીજી માટે વોટ માંગતા કહ્યું કે, ‘જો દેશ પાસે કોઈ શક્તિશાળી નેતા ન હોય, તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીએં. એટલે મહત્વનું એ છે કે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે.’
ગુજરાતમાં વિધાનસભા માટે મતદાન થવાનું છે ત્યારે હિમંત બિશ્વા સારમા 2024 લોકસભા ચૂંટણી માટે ‘હિંદુ ખતરેમે હૈ’નો રાગ આલાપી અત્યારથી મત માંગી રહ્યા છે.
દિલ્હી પોલીસ જે કેસની તપાસ કરી રહી છે તેમાં હજુ સુધી ‘લવ જેહાદ’ જેવા મુદાની કોઈ વાત સામે આવી નથી. પોલીસે શ્રદ્ધાની હત્યા યુગલ વેચ્ચેના આંતરિક તણાવને કારણે કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે ભાજપ હત્યારાના ધર્મને આધારે રાજનીતિ કરી રહી છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular