મુંબઇની રેપર સૃષ્ટિ તાવડેને ‘હસલ’ શો ને કારણે ખૂબ જ લોકપ્રિયતા મળી છે. એનું ‘મૈં નહીં તો કૌન બે…’ સોંગ એટલું વાયરલ થયું કે તેને કારણે સૃષ્ટિની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થઇ ગયો હતો. જોકે તે શો જીતી શકી નહતી. હાલમાં જ સૃષ્ટિએ એક કોન્ક્લેવમાં પોતાના અંગત જીવન અંગે મન ખોલીને વાત કરી હતી. તેણે તેના બળપણમાં ઘટેલી આઘાતજનક ઘટનાનો પણ ખૂલાસો કર્યો હતો. માત્ર ચાર વર્ષની ઉમંરે ઘરની કામવાળીએ તેના પર શારીરિક અત્યાચાર કર્યા અને લગભગ ત્રણ વર્ષ સુધી તે આ અત્યાચારનો ભોગ બની હતી.
એક અહેવાલ મુજબ સૃષ્ટિએ કોન્ક્લેવમાં વાત કરતાં કહ્યું કે, ઘરમાં તેના માતા-પિતા, તે પોતે અને તેનો ભાઇ રહેતા. તેના માતા-પિતા ઓફિસે જતાં તેથી સૃષ્ટિને સાચવવા માટે એક કામવાળી રાખવામાં આવી હતી. તેના મમ્મી-પપ્પ ઓફિસે જાય ત્યારે એક પુરુષ તેમના ઘરમાં આવતો નોકરાણી અને એ પુરુષને સૃષ્ટિ અડચણરુપ લાગતી તેથી તે બંને એને ખૂબ મારતા. તેમના હામથમાં જે વસ્તું આવતી તેનાથી મારતા. હું મારા પેરેન્ટ્સને કોઇ વાત ના કરું તે માટે ટોર્ચર કરવામાં આવતી. જેને કારણે મારા બાળમાણસ પર ખૂબ માઠી અસર પહોંચી હતી.
મને હજી પણ એ વાતથી ડર લાગે છે. આજે પણ એ ઘટનાથી મારા રુંવાડા ઉભા થઇ જાય છે. અમે ઘરે એક નવી નોકરાણી રાખી હતી. એનું કોઇ પુરુષ સાથે રિલેશન હતું. મમ્મી –પપ્પાની ગેરહાજરીમાં એ પુરુષ અમારા ઘરે આવતો. હું એમના અંગે કોઇને કોઇ વાત ન કરું એ માટે એ લોકો મને ખૂબ જ શારીરિક ત્રાસ આપતા. હું ડરને કારણે મારા પેરેન્ટ્સને પણ વાત કરી શકતી નહતી. આ ઘટનાને કારણે મારું બાળપણ ખૂબ જ ડિપ્રેસિવ રહ્યું હતું. આ આખી ઘટનામાંથી બહાર નિકળવા મને ખાસો સમય લાગ્યો.