મહુઆ મોઇત્રાએ ટીએમસીના ટ્વિટર હેન્ડલને અનફોલો કર્યું, માતા ‘કાલી’ પરની ટિપ્પણી પર થયો વિવાદ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશભરમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર પર વિવાદ થઇ રહ્યો છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ ફિલ્મના પોસ્ટર પર વિવાદ વચ્ચે માતા કાલી (દેવી કાલી) પર નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસે મોઇત્રાના નિવેદનથી પોતાને દૂર કરી લીધી હતી. દરમિયાન, પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ટીએમસીના સત્તાવાર ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધું છે. મોઇત્રા હવે માત્ર ટીએમસી સુપ્રીમો અને બંગાળના સીએમ મમતા બેનર્જીને ફોલો કરે છે.
ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરમાં કાલી માતાને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. આ સાથે એક હાથમાં LGBT સમુદાયનો ધ્વજ પણ દેખાય છે. આ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની ફિલ્મ છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ મંગળવારે હિન્દુઓની દેવી કાલી પર ટિપ્પણી કરી હતી. મહુઆ મોઇત્રાએ મંગળવારે કહ્યું હતું કે મા કાલી તેમના માટે માંસ ખાનાર, દારૂ પીનાર દેવી છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તમે સિક્કિમ જશો ત્યારે તમે જોશો કે તેઓ કાલી દેવીને વ્હિસ્કી અર્પણ કરે છે, પરંતુ જો તમે યુપી જશો તો તેઓ તેને દેવીનું અપમાન ગણશે. દેવી કાલીને સિગારેટ પીતા દર્શાવતા ફિલ્મના પોસ્ટર પરના વિવાદના તેમણે આ વાત કહી હતી. તેમની ટિપ્પણીના કલાકોમાં ટીએમસીના સત્તાવાર ટ્વિટર હેન્ડલે તેમના નિવેદનની નિંદા કરતા નિવેદન બહાર પાડ્યું હતું કે, “દેવી કાલી પરના મહુઆ મોઇત્રાના મંતવ્યો તેમના વ્યક્તિગત વિચાર છે અને પક્ષ દ્વારા કોઈપણ સ્વરૂપમાં તેને સમર્થન આપવામાં આવતું નથી.

The comments made by @MahuaMoitra at the #IndiaTodayConclaveEast2022 and her views expressed on Goddess Kali have been made in her personal capacity and are NOT ENDORSED BY THE PARTY in ANY MANNER OR FORM.

All India Trinamool Congress strongly condemns such comments.

— All India Trinamool Congress (@AITCofficial) July 5, 2022

“>
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. લોકોનું માનવું છે કે આ પોસ્ટર હિંદુ દેવી-દેવતાનું અપમાન છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.