જાણીતી ટીવી અભિનેત્રીના નોકરે આપી મારવાની ધમકી, વીડિયોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

ફિલ્મી ફંડા

Mumbai: ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ માહી વિજે વીડિયોમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જય ભાનુશાલીની પત્નીએ જણાવ્યું હતું કે તેના ઘરે થોડા દિવસોથી કામ કરી રહેલા નોકરે તેને મારી નાંખવાની ધમકી આપી છે. આ ઘટના બન્યા બાદ તેણે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ અંગે તેણે ટ્વીટ પણ કર્યા હતાં, પરંતુ થોડા સમય બાદ તેણે ટ્વીટ ડિલિટ કરી નાંખ્યા હતાં. જોકે, તે ટ્વીટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે.

માહીએ જણાવ્યું હતું કે, થોડા સમયથી મારા ઘરમાં એક કૂક કામ કરી રહ્યો હતો અને મને જાણ થઈ હતી કે તે નાની મોટી ચોરી પણ કરી રહ્યો હતો. જ્યારે જયને આ વાત ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયો અને કૂકને નોકરી છોડવા માટે કહ્યું. પછી કૂકે આખા મહિનાનો પગાર માંગ્યો એ વાતને લઈને બોલાચાલી થઈ હતી. એ જ સમયે મને મારી નાંખવાની ધમકી આપી હતી.

વાતના દોરને આગળ વધારતા માહીએ જણાવ્યું હતું કે કૂકને આવ્યાને ત્રણ દિવસ થયા હતાં ત્યારબાદ આ ઘટના બની હતી. અમે તેનું બેકગ્રાઉન્ડ ચેક કરાવ્યું ત્યારે ખબર પડી હતી કે તેણે દિલ્હીમાં પણ આવી હરકત કરી હતી એટલા માટે અમે પોલીસને બોલાવી અને અરેસ્ટ પણ કરાવ્યો હતોય કૂકે મને ચાકૂથી મારવાની ધમકી આપી હતી અને ઘણા અપશબ્દો પણ બોલ્યો હતો. હાલમાં જાણ થઈ છે કે તેના જામીન થઈ ગયા છે તેથી ડર લાગે છે કે તે મને કે મારી દીકરીને હાનિ ન પહોંચાડે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.