દીકરીના લગ્નમાં સ્વર્ગસ્થ પિતાએ આપી હાજરી! ભાવુક થયેલી દીકરીએ કરી પિતાને કીસ

દેશ વિદેશ

આ દુનિયામાં પિતા અને પુત્રીનો સંબંધ પ્રેમ પર ટકેલો છે, આ શબ્દોની અનુભૂતિ કરાવનો એક ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એ દીકરીના લગ્ન છે. પિતાને ગુમાવ્યા બાદ જ્યારે પુત્રીના લગ્ન થયા ત્યાપે પરિવારે પિતાની ગેરહાજરી ન વર્તાય તે માટે મીણનું પૂતળું બનાવડાવ્યું હતું. તેને જોતાં જ દીકરી ભાવુક થઈ ગઈ હતી. પિતા પુત્રીનો આ પ્રેમ જોઈને ત્યાં ઉપસ્થિત તમામની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવારના સભ્યો પુતળાની સાથે ફેમિલી ફોટો ક્લિક કરતાં દેખાય છે.

મળતી માહિતી અનુસાર આ મામલો તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના થાનાકાનંદલ ગામનો છે. માર્ચમાં 56 વર્ષના સેલ્વેરેજનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. સેલ્વરેજ જ્યારે જીવતા હતા ત્યારે લગ્ન ધામધૂમથી કરાવવા માગતા હતા. જૂનમાં જ્યારે દીકરીના લગ્ન થયા ત્યારે પિતાની ઊણપ ન વર્તાય એ માટે પરિવારે દીકરી માટે સુંદર ગિફ્ટનું પ્લાનિંગ કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.