મુંબઈઃ સર્વ સામાન્ય નાગરિકો માટે નવું આર્થિક વર્ષ કદાચ વીજ વધારાનો આંચકો આપનાર સાબિત થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે મહાવિતરણ દ્વારા વીજદર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં બેસ્ટ દ્વારા પણ MERC સમક્ષ વીજદર વધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
મહાવિતરણ દ્વારા 37 ટકાનો વીજદર વધારાનો પ્રસ્તાવ MERC સામે રજૂ કરવામાં આવ્યો છે. આગામી બે વર્ષ માટે સરાસરી 37 ટકાનો દરવધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ દરવધારાને કારણે ઘરગથ્થુ, વ્યાવસાયિક અને ખેડૂત એમ ત્રણેય શ્રેણીના લોકોને જોર કા ધીરે સે નહીં પણ જોરથી લાગશે.
મહાવિતરણ કંપનીના ગ્રાહકો માટેના વીજદર પંચવર્ષી હોય છે, અને ત્યાર બાદ દર બાબતે મધ્યકાલીન વિચાર વિમર્શ કરવામાં આવે છે. હાલના દર એક એપ્રિલ, 2020થી લાગુ કરવામાં આવ્યા છે અને તે અનુસાર અત્યારે વિચાર વિમર્શ કરીને જો
મહાવિતરણ દ્વારા માત્ર પ્રસ્તાર રજૂ કરવામાં આવ્યો છે, એની સાથે રાજ્ય સરકારનો કોઈ પણ પ્રકારનો લેવાદેવા નથી હોતો. આ નિર્ણય વીજ નિયામક આયોગે લેવાનો છે. મહાવિતરણ પાસે હવે પોતાના નુકસાનની ભરપાઈ કરવા માટે ભાવવધારો સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. પણ વધારાના પ્રસ્તાવને મંજૂરી આપવી કે નહીં એનો નિર્ણય આયોગનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ ટાટા અને અદાણીના પગલે પગલે બેસ્ટ દ્વારા પણ MERC સમક્ષ 18 ટકા વીજદર વધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને હવે મહાવિતરણે પણ નુકસાન ભરપાઈ કરવા માટે ગ્રાહકો પર જ વીજદર વધારાની તલવાર તોળી છે.