પુણે: ભાજપના લોકસભાા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ સોમવારે એવો આક્ષેપ કર્યો હતો કે દિશા સાલિયાનના મૃત્યુના કેસને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે દબાવી નાખ્યો હતો.
અભિનેતા સુશાંત સિંહ રાજપુતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાને 8 જૂન, 2020 ના રોજ મલાડની બહુમાળી ઈમારતમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી.
સુશાંત સિંહ રાજપુત 14 જૂન, 2020ના રોજ તેના ફ્લેટમાં ફાંસી પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
દિશા સાલિયાનનો કેસ મહાવિકાસ આઘાડી સરકારે દબાવી નાખ્યો હતો અને મેં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરી હતી કે આ કેસની વિગતો જાહેર કરો.
તેમણે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા સંજય રાઉતની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકારે મારી સામે 12 એફઆઈઆર નોંધ્યા હતા, પરંતુ એકેયનો પુરાવો આપવામાં સફળ થયા નહોતા. (પીટીઆઈ)
મહાવિકાસ આઘાડી સરકારે દિશા સાલિયાન કેસને દબાવી નાખ્યો: કિરીટ સોમૈયાનો દાવો
RELATED ARTICLES