UAEના મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહ્યાને મંગળવારે દુબઈમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે મહાત્મા ગાંધીને એક નોંધપાત્ર વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. નાહ્યાને ભારત દેશને સંયુક્ત આરબ અમીરાતનો નજીકનો મિત્ર ગણાવ્યો હતો. આ પ્રસંગે ભારતના રાજદૂત સંજય સુધીર અને દુબઈમાં ભારતના કોન્સલ જનરલ ડૉ. અમન પુરી પણ તેમની સાથે હતા. શેખ નાહ્યાને આ પ્રસંગે મહાત્મા ગાંધીના અહિંસા અને શાંતિના સંદેશનો ઉલ્લેખ કર્યો હતો.
યુએઈના મંત્રીએ પ્રતિમાના અનાવરણ દરમિયાન શાંતિ, સભ્યતા અને અહિંસાના સંદેશને પણ પ્રકાશિત કર્યો હતો.
અલ નાહ્યાને એમ કહ્યું હતું કે આ ઉજવણી આધુનિક ઇતિહાસની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની છે. ભારતને ‘નજીકનો મિત્ર’ ગણાવતા, તેમણે જણાવ્યું કે કેવી રીતે દેશ એક મિત્ર તરીકે વર્તે છે. UAEએ ભારત સાથે લાંબા, મૈત્રીપૂર્ણ અને સાર્થક સંબંધોનો આનંદ માણ્યો છે.
દુબઈમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ
RELATED ARTICLES