અમેરિકાના ન્યૂયોર્કમાં તોફાની તત્વો દ્વારા ફરી એક વાર મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. છેલ્લાં બે અઠવાડિયામાં તોડફોડની આ બીજી ઘટના છે. આ પહેલા પણ ત્રીજી ઓગસ્ટના રોજ કેટલાક લોકોએ મૂર્તિ તોડી પાડી હતી. ઘટના દક્ષિણ રિચમંડ હિલ સ્થિત શ્રી તુલસી મંદિર પાસે બની હતી. બપોરે 1.30 વાગ્યાની આસપાસ અચાનક છ લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાંખી હતી અને પછી તરત જ કારમાં બેસીને ભાગી ગયા હતાં.

બાપુની પ્રતિમા સાથે તોડફોડની આવી ઘટનાઓ અમેરિકામાં પહેલાં પણ બની ગઈ છે. 26 જાન્યુઆરી 2022ના રોજ, ખાલિસ્તાન સમર્થકોએ વોશિંગ્ટન ડીસીમાં ગાંધી પ્રતિમાને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાનીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પોતાનો ધ્વજ લગાવ્યો હતો. જાન્યુઆરી 2021માં કેલિફોર્નિયાના સેન્ટ્રલ પાર્કમાં બાપુની 6 ફૂટ ઊંચી પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું.

અગાઉ ડિસેમ્બર 2020માં વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની સામે બાપુની પ્રતિમાને નુકસાન પહોંચાડાયું હતું. આ કામ પણ ખાલિસ્તાન સમર્થકોએ જ કર્યું હતું. અગાઉ જૂન 2020માં દૂતાવાસની બહાર ગાંધીજીની પ્રતિમાને સ્પ્રે પેઇન્ટિંગ દ્વારા નુકસાન પહોંચાડ્યું હતું.

Google search engine