મની લોન્ડરિંગના અલગ-અલગ કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં કેદ મહાઠગ સુકેશ ચંદ્રશેખર વિવિધ કારણોસર સતત લાઈમલાઈટમાં રહે છે. હોળીના અવસર સુકેશે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને જેલમાંથી પત્ર લખીને શુભકામના પાઠવતો પત્ર લખતા પ્રેમ વ્યક્ત કર્યો છે.
સુકેશે પત્રમાં લખ્યું, “સૌથી પહેલા હું લોકોને હોળીની શુભકામનાઓ પાઠવું છું. ખાસ કરીને મીડિયાના લોકોને જે હંમેશા મારી વાત લોકો સામે રાખે છે. અને ખાસ કરીને મોસ્ટ ફેન્ટાસ્ટિક હ્યુમન, અમેઝિંગ, માય એવર બ્યુટીફૂલ જેકલીનને હોળીની શુભકામનાઓ. રંગોના તહેવારના દિવસે, હું તને વચન આપું છું, જે રંગો ઝાંખા કે અદૃશ્ય થઈ ગયા છે, હું તેમને 100 ગણા કરીને પાછા લાવીશ. હું તને વચન આપું છું, આ મારી જવાબદારી પણ છે.’
સુકેશ ચંદ્રશેખરે પત્રમાં જેકલીન ફર્નાન્ડિસને ‘આઈ લવ યુ’ પણ લખ્યું. પત્રમાં સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિસને લખ્યું- ‘મારી બેબી, હંમેશા હસતી રહેજે, તું જાણે જ છે કે તું મારા માટે કેટલી ખાસ છે. લવ યુ માય પ્રિન્સેસ, મિસ યુ, માય બી, માય બોમ્મા, માય લવ.’

નોંધનીય છે કે ચંદ્રશેખર અને તેની અભિનેત્રી પત્ની લીના મારિયા પોલ બંનેની દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2022માં છેતરપિંડીના કેસમાં કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસ અને ઈડીની ઈકોનોમિક ઓફેન્સ વિંગની તપાસ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી જેકલીન અને નોરા ફતેહી અને અન્ય ઘણા લોકોના નામ સામે આવ્યા હતા. બંનેએ ED સમક્ષ પોતાનું નિવેદન પણ નોંધ્યું છે.