મુંબઈઃ મુંબઈ સહિત રાજ્યના તમામ ઉચ્ચ સ્તરના ગૃહનિર્માણ પ્રકલ્પ યોગ્ય રીતે ચાલે એ માટે મહારેરાએ વિશેષ ધ્યાન આપ્યું છે અને પ્રાધિકરણ દ્વારા નિમવામાં આવેલા આર્થિક ઓડિટ સંસ્થાના પહેલાં અહેવાલમાં વ્યક્ત કરવામાં આવેલા નિષ્કર્ષના આધારે મોટા ઈન્વેસ્ટમેન્ટવાળા 313 હાઉસિંગ પ્રોજેક્ટને શો કોઝ નોટિસ મોકલવામાં આવી છે અને જો આ નોટિસ પર યોગ્ય પ્રતિસાદ ન મળતાં કામની સ્થિતિ જોવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા પ્રોજેક્ટની તપાસ કરવામાં આવશે. મહારેરાએ નોટિસ ફટકારેલા 313 પ્રોજેક્ટમાંથી મુંબઈ ઉપનગરના 109, મુંબઈ શહેરના 44 અને થાણેના 58 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
મહારેરાએ ઘર ખરીદનારાઓના હિતોના રક્ષણ કરવા માટે પ્રખ્યાત આર્થિત ઓડિટ સંસ્થાની નિમણૂંક કરવામાં આવી છે અને આ સંસ્થાની મદદથી પ્રકલ્પની માહિતી મેળવવાની શરૂઆત પ્રાધિકરણ દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થાના અહેવાલમાં જાણવા મળેલી માહિતીને આધારે 311 પ્રકલ્પને નોટિસ ફટકારવામાં આવી છે. વિવિધ ડેવલપર દ્વારા મહારેરા પાસે રજૂ કરવામાં આવેલી માહિતીનો અભ્યાસ કરીને સંસ્થાએ તેમાં રહેલી વિસંગતીઓ સામે આંગળી ચીંધી છે. પ્રકલ્પ માટે 75 ટકાથી વધુ ખર્ત કરવામાં આવ્યો હોવા છતાં હકીકતમાં કામનું પ્રમાણ 50 ટકા કરતાં પણ ઓછું હોવાનું જાણવા મળ્યું છે. એની સાથે જ
શો કોઝ નોટિસનો જવાબ નહીં આપવામાં આવતા તેની ગંભીર નોંધ લેવાનું મહારેરા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી ટેક્સ સહિત બેંકિંગ સેક્ટરની વસૂલી પદ્ધતિનો અનુભવ હોય એવા અધિકારીઓના સમાવેશવાળી ટીમ દ્વારા આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવશે. એ સમયે ડેવલપરે ખુદ કે પછી આખા પ્રોજેક્ટની માહિતી હોય એવા પ્રતિનિધિએ ત્યાં હાજર રહેવું પડશે. આ અંગેની માહિતી અગાઉથી આપવામાં આવ્યા બાદ પણ ડેવલપર કે પ્રતિનિધિ ગેરહાજર રહેશે તો અધિકારીએ આપેલો અહેવાલ અંતિમ માનવામાં આવશે અને એ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
મહારેરાની મહા કાર્યવાહી, 313 હાઉસિંગ પ્રોજેક્ટને મોકલાવી નોટિસ
RELATED ARTICLES