જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે પ્રશાસકિય તથા શિક્ષણ સમન્વય સમિતિ દ્વારા બેમૂદત હડતાલ પોકરાવમાં આવી છે. આ હડતાલમાં આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ થતાં રાજ્યના સરકારી હોસ્પિટલની આરોગ્ય સેવાને માઠી અસર પહોંચી છે. પ્રશાસકિય કાર્યાલયો ખાલી પડ્યાં છે જેને કારણે લોકોને કામ માટે ધક્કા ખાવા પડે છે અને ખાલી હાથે પાછા જવુ પડે છે.
રાજ્યના આરોગ્ય કર્મચારીઓ આ હડતાલમાં સામેલ હોવાથી પ્રશિક્ષણ લઇ રહેલ નર્સ તથા કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓની મદદથી અતિઆવશ્યક ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. જોકે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઓપરેશન આગળ ધકેલવામાં આવી રહ્યા છે. તેથી ઘણા દર્દીઓને ઘરે પાછા જવાની સલાહ આપવામાં આવી રહી છે. જ્યારે ઓપીડી સેવાઓ પૂર્ણ પણે ઠપ થતી દેખાઇ રહી છે.
કર્મચારીઓના અભાવે સિટીસ્કેન, એક્સ-રે જેવી અનેક સેવાઓ પર આ હડતાલની માઠી અસર પહોંચી છે. ઓછા કર્મચારીઓ સાથે આ સેવાઓ શરુ રાખતા ઠેર-ઠેર દર્દીઓની ભીડ જમા થઇ રહી છે. આવા દ્રશ્યો કોલ્હાપૂરની સીપીઆર હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. કોલ્હાપૂરમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ ઉપરાંત વ્હાઇટ આર્મી નામની સ્વયંસેવી સંસ્થાના કાર્યકર્તાઓ આરોગ્યસેવામાં મદદ કરતા નજરે પડ્યાં હતા.
આ હાડતાલમાં શિક્ષક સંઘ પણ જોડાયો હોવાથી 10માં અને 12માની પરિક્ષા પર તેની અસર દેખાઇ રહી છે. જોકે શિક્ષકોએ પરિક્ષા યોગ્ય રીતે પાર પાડવા સહકાર આપ્યો છે છતાં પેપર ન તપાસવાની ભૂમિકા સ્પષ્ટ કરી છે.
કર્મચારિયો રસ્તા પર, સામાન્ય લોકોની હાલાકી, આરોગ્ય સેવાના ધજાગરા અને પ્રશાસનના કામો ખોરવાયા
RELATED ARTICLES