મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં ભાજપ નેતા રામ કદમે શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ અંગે ચેતવણી આપી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ભૂમિ પર હિંદુત્વનું અપમાન કરનારી એક પણ ફિલ્મ કે સિરિયલ નહીં ચાલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પઠાન ફિલ્મના ગીતમાં દિપીકા પદુકોણના ડ્રેસને લઈને વિવાદ વકર્યો છે. મધ્ય પ્રદેશમાં ફિલ્મને બેન કરવાની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ આ ફિલ્મને બેન કરવાની માગણી કરી રહ્યા છે. ગીતમાં દીપિકા પદુકોણે ભગવા રંગની બિકીની પહેરી હોવાથી હિંદુ સંગઠનોએ પણ વાંધો ઉઠાવ્યો હતો.