Homeઆમચી મુંબઈઉર્ફીની ફરિયાદ પર એક્શન મોડમાં મહારાષ્ટ્ર મહિલા આયોગ, મુંબઈ પોલીસ કમિશનરને પત્ર...

ઉર્ફીની ફરિયાદ પર એક્શન મોડમાં મહારાષ્ટ્ર મહિલા આયોગ, મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યો

અભિનેત્રી અને મોડલ ઉર્ફી જાવેદ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. ઉર્ફી મીડિયા સેન્સેશન બની ગઈ છે. તે તેની ઓફબીટ ફેશન સેન્સ માટે જાણીતી છે. ઉર્ફી મોટાભાગે તેના વિચિત્ર કપડાં અને ડ્રેસિંગ માટે ટ્રોલ થાય છે.
ભૂતકાળમાં બીજેપી નેતા ચિત્રા વાઘે ઉર્ફી જાવેદ વિરુદ્ધ મુંબઈની સડકો પર તેના અંગ પ્રદશર્ન બદલ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ઉર્ફીએ પણ મહારાષ્ટ્ર મહિલા આયોગમાં બીજેપી નેતા ચિત્રા વાઘ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને બદલો લીધો હતો.
આ મામલાને લઈને ઉર્ફીએ આરોપ લગાવ્યો હતો કે બીજેપી નેતા ચિત્રા વાઘે તેને સામાજિક રીતે મારવાની ધમકી આપી હતી. જે બાદ મહારાષ્ટ્ર મહિલા આયોગ દ્વારા ઉર્ફીની આ ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. હકીકતમાં આ મામલે મહારાષ્ટ્ર મહિલા આયોગ તરફથી મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ઉર્ફી જાવેદની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે.
ભૂતકાળમાં ઉર્ફીને બીજેપી નેતા ચિત્રા વાઘ દ્વારા મારપીટની ધમકી પણ આપવામાં આવી હતી. જે બાદ ઉર્ફી જાવેદે મહારાષ્ટ્ર મહિલા આયોગનો સંપર્ક કર્યો હતો અને તેના પ્રમુખ રૂપાલી ચકાંકરને મળ્યા બાદ ફરિયાદ પણ નોંધાવી હતી. હવે મહિલા આયોગ દ્વારા ઉર્ફીની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. ઉર્ફીએ મુંબઈના કમિશ્નરને પત્ર લખીને સુરક્ષા મજબૂત કરવા જણાવ્યું છે. આ ઉપરાંત આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular