મહારાષ્ટ્રમાં મેહુલો અનરાધાર! આજે આ જિલ્લામાં રેડ એલર્ટ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાધાર વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર બન્યા છે ત્યારે ગુરુવારે હવામાન ખાતાએ વિદર્ભ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે પણ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદનો કહેર કાયમ રહેશે એવું હવામાન વિભાગે જણાવ્યું છે.હવામાન વિભાગે જણાવ્યાનુસાર આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા છે. મુંબઈ, રત્નાગીરી, કોલ્હાપુર, રાયગઢ, અમરાવતી, સાતારા, સિંધુદૂર્ગ, થાણે અને પુણે જિલ્લામાં ગુરુવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.