Maharashtra Speaker Election: BJPના રાહુલ નાર્વેકર સામે MVAએ ShivSenaના રાજન સાળવીને મેદાનમાં ઉતાર્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે જૂથે સાથે મળીને સરકાર બનાવી છે, પરંતુ હવે 3 જુલાઈએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ માટે ભાજપે વિધાનસભ્ય રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ મહા વિકાસ આઘાડીએ શિવસેનાના વિધાનસભ્ય રાજન સાળવીને વિધાનસભાના અધ્યક્ષ પદ માટે નામાંકિત કર્યા છે.

વિધાનસભાના આંકડાઓ પર નજર કરીએ તો, હાલમાં વિધાનસભામાં કુલ 287 વિધાનસભ્યો છે જ્યારે વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 288 છે. આ આંકડાઓ અનુસાર બહુમત માટે 144 વિધાનસભ્યોની જરૂર છે. હાલમાં, મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 106 સભ્યો છે, જ્યારે શિંદે જૂથનો દાવો છે કે તેમની પાસે શિવસેનાના 39 ધારાસભ્યોનું સમર્થન છે. તે જ સમયે, એકનાથ શિંદેને અન્ય 11 વિધાનસભ્યોનું સમર્થન પણ છે.

જો આ તમામ આંકડાઓને જોડવામાં આવે તો કુલ 156 વિધાનસભ્યો બને છે. તે જ સમયે, ભાજપ સાથે લગભગ 10 અપક્ષ છે, જે આંકડો 166 પર લઈ જાય છે. જ્યારે રાજ ઠાકરેની પાર્ટી MNSએ વિધાનસભામાં ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. MNS પાસે 1 વિધાનસભ્ય છે. એટલે કે ભાજપ પાસે કુલ વિધાનસભ્યોના સમર્થનની સંખ્યા 167 છે. આ સંજોગોમાં ભાજપ વિધાનસભાના સ્પીકરની ચૂંટણી આસાનીથી જીતી જશે.
સ્પીકર પદ માટે 3 જુલાઈ, રવિવારના રોજ ચૂંટણી યોજાવાની છે.
દરમિયાન, શિંદેની આગેવાની હેઠળની નવી મહારાષ્ટ્ર સરકાર, વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રના છેલ્લા દિવસે 4 જુલાઈના રોજ ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.