Shinde V/S Thackrey: મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષનો મામલો આખરે બંધારણીય બેંચમાં ગયો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

સુપ્રીમ કોર્ટે મંગળવારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વચ્ચેના વિવાદને પાંચ જજની બંધારણીય બેંચને મોકલી આપ્યો હતો. ખંડપીઠ આ કેસની સુનાવણી ગુરુવારે (25 ઓગસ્ટ) કરશે. સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની છાવણી દ્વારા ‘અસલ શિવસેના’ પક્ષ તરીકે માન્યતા આપવા અને ‘ધનુષ અને તીર’ પ્રતીકની ફાળવણી માટે દાખલ કરેલી અરજી પર ગુરુવાર (25 ઑગસ્ટ) સુધી કોઈ પગલાં ન લેવા ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો.

મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષ પર સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથ વિરુદ્ધ શિવસેના દ્વારા દાખલ કરવામાં આવેલી વિવિધ અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે એકનાથ શિંદે જૂથ દ્વારા શિવસેના સામે બળવો કરવામાં આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં મડાંગાંઠ સર્જાઇ છે. શિવસેના વતી શિંદે જૂથ વિરુદ્ધ વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમાં એકનાથ શિંદેને સરકાર બનાવવા માટે રાજ્યપાલનું આમંત્રણ, વિધાનસભામાં શિંદે સરકારની સાબિત બહુમતી, શિવસેનાના પ્રતીકનો દાવો જેવી અરજીઓનો સમાવેશ થાય છે.

આ અરજીઓની સુનાવણી ગઈકાલે એટલે કે સોમવારે થવાની હતી. પરંતુ કેટલાક કારણોસર તે મુલતવી રાખવામાં આવ્યું હતું. આ અરજીઓ પર આજે પણ સુનાવણી થશે કે નહીં? આ અંગે મૂંઝવણ હતી. જોકે, આ કેસની સુનાવણી હવે પાંચ જજની બંધારણીય બેન્ચ કરશે એ સ્પષ્ટ થઇ ગયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.