Maharashtra Political crisis: મહારાષ્ટ્રનો મહાસંગ્રામ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતી કાલે થઈ શકે છે સુનાવણી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: મહારાષ્ટ્રમાં સત્તાના મહાસંગ્રામ વચ્ચે શિવસેનાના એકનાથ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એકનાથ શિંદે કેમ્પ દ્વારા બે અરજી દાખલ કરવામાં આવી છે. બળવાખોર વિધાનસભ્યોને અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરવા માટેને પડકારતી એક અરજી કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે વિધાનસભામાં શિંદેની જગ્યાએ બીજા કોઈ વિધાનસભ્યને શિવસેના વિધાનમંડળના નેતા અને ચીફ વ્હિપ બનાવવાને પડકાર આપવામાં આવ્યો છે. એટલે કે ડેપ્યુટી સ્પીકરના આધિકારક્ષેત્રના અતિક્રમણને પણ મુદ્દો બનાવવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યાનુસાર શિંદે જૂથે પોતાની અરજીની કોપી પહેલા મહારાષ્ટ્ર સરકારને મોકલી હતી, જેથી કોર્ટમાં નોટિસનો સમય બચી શકે. એકનાથ શિંદેએ આ મામલે તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી. સુપ્રિમ કોર્ટમાં આવતી કાલે સોમવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠ આ મામલે સુનાવણી કરશે.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આજે શિંદે જૂથના કોર મેમ્બર્સની વીડિયો કોન્ફેરેન્સ દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.