મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોશિયલ મીડિયા પર મીમ્સ વાઇરલ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારની હાર થઇ. એ જ પ્રમાણે વિધાન પરિષદની ચૂંટણીમાં પણ ભાજપે પાંચ સીટ જીતી લીધી. આ જીતના હીરો દેવેન્દ્ર ફડણવીસ માનવામાં આવી રહ્યા છે. હજુ તો મહાવિકાસ આઘાડી સરકાર આ ઝટકામાંથી બહાર આવી નથી ત્યાં તો વધુ એક રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન એકનાથ શિંદે શિવસેનાથી નારાજ છે. શિંદે સાથે શિવસેનાના 29 અને ચાર અપક્ષ ધારાસભ્ય છે. કેટલાક ધારાસભ્યો શિંદે સાથે સુરતની એક હોટેલમાં રોકાયેલા છે. એવામાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં છે? મહારાષ્ટ્રમાં થઇ રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઇ રહ્યો છે.
<

>
<

>
<

>
<

>
<

>
<

>
<

>
<

>
<

>

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.