મહારાષ્ટ્ર રાજકીય સંકટઃ શિવસેનાના બળવાખોર નેતાઓની સંખ્યામાં વધારો, વિશ્વાસના મત વખતે જોઇ લઇશુંની રાઉતની ભૂમિકા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી હજુ પણ યથાવત છે. બુધવારે મોડી સાંજે સીએમ ઉદ્ધવ ઠાકરેએ સરકારી બંગલો ખાલી દીધો હતો અને માતોશ્રીમાં ગયા હતા.
એકનાથ શિંદે હજુ પણ મક્કમ છે. પાર્ટીના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં સેનાના બળવાખોરોની સંખ્યા સતત વધી રહી છે. શિંદેએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં કુલ 48 ધારાસભ્યોએ તેમનું સમર્થન દર્શાવ્યું છે અને 17 સાંસદ તેમના સંપર્કમાં છે. બુધવારે સાંજે મહારાષ્ટ્રના મંત્રી ગુલાબરાવ પાટીલ સહિત ચાર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા હતા. અન્ય ધારાસભ્યો દીપક કેસકર (સાવંતવાડી), મંગેશ કુડાલકર (ચેમ્બુર) અને સદા સરવણકર (દાદર) આજે સવારે ગુવાહાટી હોટલ પહોંચ્યા હતા. શિંદેએ દાવો કર્યો હતો કે શિવસેનાના સાંસદો પણ તેમના સંપર્કમાં છે. શિંદેએ જણાવ્યું છે કે તેઓ કાયદાશાસ્ત્રીઓની સલાહ લઇને યોગ્ય નિર્ણય લેશે.
શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઠાકરે બળવાને પગલે રાજીનામું આપશે નહીં અને સત્તાધારી મહા વિકાસ અઘાડી (MVA) જો જરૂર પડશે તો વિધાનસભામાં તેની બહુમતી સાબિત કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જે EDના દબાણમાં પાર્ટી છોડી દે છે તે સાચા બાળાસાહેબ ભક્ત નથી અને 20 બળવાખોર ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.
ઉદ્ધવ ઠાકરેએ બુધવારે સાંજે કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન પદ છોડવા તૈયાર છે અને તેમને સત્તાનો કોઇ મોહ નથી.
દરમિયાનમાં એનસીપીના વડા શરદ પવાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલ, મંત્રીઓ જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ અને પક્ષના નેતા સુનીલ તટકરે વચ્ચે બેઠક ચાલી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.