ઉદ્ધવ ઠાકરે પર ભારે પડી ગયો કંગનાનો શ્રાપ- મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ટ્વીટર યૂઝર્સ બોલ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે શિવસેનાને એક પછી એક ફટકો પડી રહ્યો છે. હવે ખબર છે કે ધારાસભ્યો બાદ સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેએ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. દરમિયાન ટ્વીટર પર #maharashtrapoliticalcrisis #sanjayraut #uddhavthackarey #maharashtra ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં  આવી રહેલા નવા નવા વળાંકોને લઇને ટ્વીટર પર મીમ્સનું પૂર આવ્યું છે.

નોંધનીય છે કે વર્ષ 2020માં અભિનેત્રી કંગના રણોટની મુંબઈ સ્થિત ઓફિસ પર બીએમસીએ બુલડોઝર ચલાવ્યુ હતું. એ સમયે એભિનેત્રીએ મહારાષ્ટ્ર સરકાર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પર ભારે રોષ ઠાલવ્યો હતો. કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આજે મારું ઘર તૂટ્યુ છે, કાલે તારો અહંકાર તૂટશે.’ હાલમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર સંકટના વાદળો ઘેરાયેલા છે ત્યારે ટ્વીટર યૂઝર્સ કહી રહ્યા છે કે ‘લાગે છે કે ઉદ્ધવ ઠાકરેને કંગનાનો શ્રાપ ભારે પડી ગયો છે’

<

>
<

>
<

>
<

>
<

>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.