Maharashtra Political Crisis: શિવસેનાના વિધાનસભ્યોને સાંજે પાંચ વાગ્યે CMના નિવાસસ્થાને હાજર રહેવાનું ફરમાન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેની તરફેણ કરી રહેલા ધારાસભ્યોને સુરતથી ગુહાવાટી પહોંચતા મહારાષ્ટ્રમાં રાજકીટ કટોકટી વધુ ગંભીર બની રહી છે. શિંદેએ દાવો કર્યો હતો તે 40થી વધુ વિધાનસભ્યો તેમની પાથે છે અને તેઓ પાર્ટી બદલશે નહીં એવું ભારપૂર્વક જણાવ્યું હતું. આ સાથે તેમણે ભાજપ સાથે ફરીથી ગઠબંધન કરવામાં આવે અને શિવસેના-ભાજપની સરકાર સત્તા પર આવે એવી માગણી શિંદેએ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય વિધાનસભ્યો સાથે એકનાથ શિંદે પણ ભાજપમાં જોડાય એવી અફવાઓએ જોર પકડ્યું હતું. નોંધનીય છે કે સુરતમાં ભાજપના કેટલાક નેતાઓ શિંદેને મળ્યા બાદ આવી વાતો રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

આ અફવાઓને રદિયો આપતાં શિંદેએ જણાવ્યું હતું કે ભાજપ તરફથી અમને કોઈ પ્રસ્તાવ મળ્યો નથી અને અમે પણ તેમની સાથે કોઈ વાતચીત કરી રહ્યા નથી.

હાલમાં સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર શિવસેનાએ તેમના વિધાનસભ્યોને વોટ્સએપ, ઈમેલ અને એસએમએસ દ્વારા મોકલવામાં આવેલા સંદેશામાં બેઠકમાં કડકપણે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જે લોકો સાંજે 5 વાગ્યા સુધીમાં બેઠકમાં હાજર નહીં રહે તેઓને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. “જો તમે આજે સાંજે 5 વાગ્યે આ મીટિંગમાં હાજરી ન આપો, તો એવું માનવામાં આવશે કે તમે પક્ષ છોડવાનો ઇરાદો ધરાવો છો અને કાયદા હેઠળ તમારું સભ્યપદ રદ કરવામાં આવશે,” એમ પાર્ટીના તમામ સભ્યોને જણાવવામાં આવ્યું છે.

શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ, જે અગાઉ બળવાખોર સેનાના નેતા એકનાથ શિંદે સાથે જોડાયા હોવાનું માનવામાં આવતું હતું, તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું છે. શિવસેનાની બેઠક પૂરી થઇ છે. હવે શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના ઘરે સાંજે 5 વાગ્યે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે, એમાં કોઇ નિર્ણય લેવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.