હાલ આસામની રાજધાની ગુવાહાટીથી મહારાષ્ટ્રની રાજકીય લડાઈ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય એકનાથ શિંદેએ મુંબઈ પરત આવવાનો નિર્ણય કર્યો છે. એકનાથ શિંદે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલથી રવાના થઇ ગયા છે. ‘માતોશ્રી’ થી તેમને મુંબઈ આવી સામસામે બેસીને વાત કરવાનો સતત પડકાર મળી રહ્યો હતો. બીજી બાજુ શિવસેનાના સાંસદ અને નેતા સંજય રાઉતે શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
શરદ પવારને સાથે મુલાકાત બાદ સંજય રાઉતે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે હાર માનવાના નથી. અમે જીતીશું. અમે ગૃહના ફ્લોર પર જઈને જીતીશું. જો લડાઈ રસ્તા પર થશે તો ત્યાં પણ જીતીશું. અમારો જેમને સામનો કરવો હોય એ મુંબઈ આવીને વાત કરે. વિધાનસભ્યોએ ખોટું પગલું ભર્યું છે. અમે તેમને પાછા આવવાની તક પણ આપી પરંતુ હવે સમય પૂરો થઈ ગયો છે.

સરસ