Homeઆમચી મુંબઈમારપીટ ભારે પડી, આ NCP નેતા અને પૂર્વ મંત્રીની ધરપકડ

મારપીટ ભારે પડી, આ NCP નેતા અને પૂર્વ મંત્રીની ધરપકડ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડની પોલીસે ધરપકડ કરી છે. મલ્ટિપ્લેક્સમાં મરાઠી ફિલ્મના સ્ક્રિનિંગમાં વિક્ષેપ પાડવા અને પ્રેક્ષકો સાથે મારપીટ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ ઘટના સોમવારે બની હતી જ્યારે આવ્હાડ અને તેમના સમર્થકો કથિત રીતે થાણે શહેરના એક મલ્ટિપ્લેક્સમાં ઘૂસી ગયા હતા અને ફિલ્મના સ્ક્રીનિંગમાં વિક્ષેપ પાડ્યો હતો અને “ઇતિહાસ સાથે છેડછાડ”નો આરોપ લગાવ્યો હતો. આ સંદર્ભે નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, જ્યારે દર્શકોએ તેમના પૈસા પાછા માંગ્યા અને ફિલ્મની સ્ક્રીનિંગમાં વિક્ષેપ પાડવા અંગે ટિપ્પણી કરી ત્યારે આવ્હાડ અને તેના સમર્થકોએ તેમાંથી કેટલાક સાથે મારપીટ કરી હતી.
વેદત મરાઠે વીર દૌદલે સાથ’માં છત્રપતિ શિવાજી મહારાજના સૈનિકો ‘માવલે’ને અત્યંત નિર્દય તરીકે દર્શાવવામાં આવ્યા છે, એવો આવ્હાડે આક્ષેપ કર્યો હતો.
દરમિયાન રાજ્યના ગૃહ પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે લોકોને લોકતાંત્રિક રીતે વિરોધ નોંધાવવાની છૂટ છે. તેમણે આ ફિલ્મ જોઇ નથી તેથી ફિલ્મના વિવાદથી તેઓ વાકેફ નથી.

RELATED ARTICLES

Most Popular