(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આજથી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્યાલ ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની ઈલેક્ટ્રિક ઍરકંડિશન્ડ ડબલડેકર શરૂ થઈ છે. આજે સવારે આ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
હકીકતમાં ઈલેક્ટ્રિક એસી ડબલડેકર બસનું એક મહિના પહેલા આગમન થવાનું હતું. જોકે સર્ટિફિેકશન પ્રોસેસથી લઈને અન્ય કારણસર તેમાં વિલંબ થયો હતો. સોમવારેે જે સવારના આ બસનું ઉદ્ઘાટન થયા બાદ પહેલા તબક્કામાં બેસ્ટના કાફલામાં ૫૦ બસ આવશે. હાલ બેસ્ટના કાફલામાં ૪૫ ડબલ ડેકર ડીઝલ સંચાલિત બસ છે, જે દક્ષિણ મુંબઈમાં જુદા જુદા રૂટ પર દોડે છે. નવી ઈલેક્ટ્રિક બસ આવ્યા બાદ તબક્કાવાર આ જૂની બસોને ભંગારમાં કાઢી નાખવામાં આવશે.
નવી ઈલેક્ટ્રિક એસી બસ લાંબી અને ૬૬ પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. હાલ તેને કોલાબા અને કુર્લામાં દોડાવવાની યોજના છે. આ ઈલેક્ટ્રિક બસ માટે ખાસ બે ડેપોમાં ચાર્જિંગની સુવિધા હશે.
આ એસી ડબલ ડેકર બસમાં ‘બેસ્ટ ચલો ઍપ’થી સીટ બુક કરી શકાશે અને લાઈવ ટ્રેકિંગ કરી શકાશે. પ્રવાસીઓ માટે યુએસબી ચાર્જિંગ પોર્ટની સગવડ હશે. નિયમિત પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે માસિક પાસની સુવિધા પણ હશે. પીક અવર્સમાં તેની એક્સપ્રેસ સર્વિસ હશે