ઓ બાપરે! નાગપુરમાં આર્થિક સંકડામણથી પરેશાન વ્યક્તિએ ભર્યું એવું પગલું….

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

આર્થિક સંકડામણથી પરેશાન એક વ્યક્તિએ પોતાની પત્ની અને પુત્ર સાથે આત્મહત્યાના ઈરાદે આગ ચાંપી દેવાની ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના નાગપુર ખાતે બની છે. આ દર્દનાક ઘટનામાં પત્ની અને પુત્ર બચી ગયા છે. પરંતુ આગ લગાવનાર વ્યક્તિનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બિઝનેસમેન રામરાજ ભટ્ટ આર્થિક તંગીને કારણે ખૂબ જ પરેશાન હતા. શું કરવું કોઇ રસ્તો સુઝતો નહોતો. તેઓએ કંઇક વિચાર્યું અને પરિવારને બહાર હોટલમાં જમવા માટે તેમની કારમાં વર્ધા રોડ પર લઈ ગયા હતા. ત્યારબાદ તેમણે અચાનક કાર રોકીને પોતાના, પત્ની અને પુત્ર પર પેટ્રોલ રેડ્યું. મા-દીકરો કંઈ સમજે તે પહેલા જ વ્યક્તિએ પોતાની જાતને અને મા-દીકરા બંનેને આગ ચાંપી દીધી હતી. પોલીસે જણાવ્યું કે માતા-પુત્રનીએ ઝડપથી કારનો દરવાજો ખોલ્યો અને કોઈક રીતે બહાર આવી ગયા અને બચવાના પ્રયાસો કર્યા હતા.
આ ઘટનામાં કાર ચાલક રામરાજ ગોપાલકૃષ્ણ ભટ્ટ (63) ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યા છે.. પત્ની સંગીતા ભટ્ટ (57) અને પુત્ર નંદન ભટ્ટ (25) ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓ વાઠોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંનેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

मौत से भी डरावनी है आर्थिक तंगी !!
तभी तो आर्थिक तंगी से परेशान नागपुर के एक व्यक्ति ने परिवार सहित अपनी कार को ही आग लगा दी।
गनीमत है पत्नी और बेटा बच गए लेकिन परिवार के मुखिया रामराज भट्ट की मौत हो गई।
@ndtvindia pic.twitter.com/uxKFBlr4ha

— sunilkumar singh (@sunilcredible) July 20, 2022

“>

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટ કાર પાસે પડેલી પોલીથીન બેગની અંદર હતી. જેમાં રામરાજે લખ્યું છે કે તેઓ આર્થિક તંગીથી પરેશાન હતા અને તેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.