મુંબઈ-નાશિક હાઈવે પર ખાડાએ લીધો બાઈક સવારનો ભોગ

આમચી મુંબઈ

મુંબઈઃ મુંબઈ-નાશિક હાઈવે પર રંજનોલી નાકા પાસેના રસ્તા પર ખાડાને કારણે એક બાઈક સવારનું મોત થયું હતું. થાણેના ઉલ્હાસ નગરમાં રહેતો 46 વર્ષનો બ્રજેશ કુમાર જાયસવાર રજનોલી નાકાથી બાઈકમાં પસાર થઈ રહ્યો ત્યારે તેણે રસ્તા પરના ખાડાને કારણે સંતુલન ગુમાવતા ખાડામાં પડી ગયો હતો દરમિયાન સામેથી પુરપાટ ગતિથી આવી રહેલા ડમ્પરે બાઈક સવારને કચડી નાંખતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. એવું સ્થાનિક પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું. કોંગાવ પોલીસે અજ્ઞાત ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
બ્રજેશ એક કોન્ટ્રાક્ટર હતો અને તે 22 વર્ષના મજૂરને લઈને તેની થાણેમાં આવેલી કંસ્ટ્રક્શન સાઈટ પર જઈ રહ્યો હતો દરમિયાન તેને આ અકસ્માત નડ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.