મહારાષ્ટ્રમાં કોરોના કેડો મૂકતો નથી, 24 કલાકમાં ૧,૮૪૬ નવા કેસ, ૨,૨૪૦ દર્દી સાજા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કોરોનાના સંક્રમણમાં એકંદરે ઘટાડો થઈ રહ્યો નથી, જેમાં સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ૧,૮૦૦ની આસપાસ રહી હતી. શુક્રવારે ૨૪ કલાકમાં કોરોનાના ૧,૮૪૬ નવા કેસ નોંધાયા હતા, જ્યારે કોરોનાથી ૨,૨૪૦ દર્દી સાજા થયા હતા. કોરોનાથી ચાર દર્દીનાં મોત થયાં હોવાનું આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું.

૨૪ કલાકમાં કોરોનાના રાજ્યમાં ૧,૮૪૬ નવા કેસ નોંધાયા બાદ કુલ કેસની સંખ્યા ૮૦,૯૩,૧૨૨ છે, જ્યારે કોરોનાથી ૨,૨૪૦ દર્દી સાજા થવાથી કુલ રિકવર કેસની સંખ્યા ૭૯,૩૩,૦૩૩ છે. રાજ્યમાં ૧૧,૮૭૧ એક્ટિવ કેસ છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૦૨ ટકા અને ડેથરેટ ૧.૮૩ ટકા છે, એમ આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના ૬૭૯ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૧,૪૧,૧૬૧ છે, જ્યારે કોરોનાથી બે દર્દીનાં મોત થયાં છે, જેથી કુલ મરણાંક ૧૯,૬૮૧ છે. મુંબઈ સર્કલમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે, જેમાં થાણે પાલિકા-શહેરમાં ૧૬૦ અને નવી મુંબઈમાં ૧૪૩ કેસ નોંધાયા છે, એમ અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.