Homeઆમચી મુંબઈમહારાષ્ટ્ર-કર્ણાટક નવો વિવાદ સ્ક્રિપ્ટેડ, શિવાજી મહારાજના અપમાનથી ધ્યાન હટાવવાનું કાવતરું': રાઉત

મહારાષ્ટ્ર-કર્ણાટક નવો વિવાદ સ્ક્રિપ્ટેડ, શિવાજી મહારાજના અપમાનથી ધ્યાન હટાવવાનું કાવતરું’: રાઉત

શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મુદ્દે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ નવો વિવાદ સ્ક્રિપ્ટેડ છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ ભાજપ દ્વારા લખાયેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ આપેલા અપમાનજનક નિવેદનને કારણે રાજ્યની જનતાના મનમાં રહેલા ગુસ્સા પરથી ધ્યાન હટાવવાનું આ ષડયંત્ર છે.
સંજય રાઉતે કહ્યું કે જે રીતે થોડા દિવસ પહેલા રાજ્યપાલ દ્વારા મુંબઈ અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન (રાજ્યપાલે કહ્યું હતું કે જો ગુજરાત-રાજસ્થાનના મારવાડીઓ અને વેપારીઓ મુંબઈ છોડી દેશે તો મુંબઈમાં શું રહેશે? મુંબઈ હવે આર્થિક રાજધાની નહીં રહે.) પરથી ધ્યાન હટાવવા માટે મારી ધરપકડ કરવામાં આવી હતી, તેવી જ રીતે આ વખતે મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદનો ઉપયોગ છત્રપતિ શિવાજી મહારાજના અપમાનથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
સંજય રાઉતે કહ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે જે અનુશાસનમાં વિશ્વાસ રાખે છે. શું આ પહેલા ક્યારેય કોઈએ જોયું છે કે બીજેપી શાસિત રાજ્યના મુખ્ય પ્રધાન અન્ય ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાન સામે આક્રમક હોય? શું કોઈએ ક્યારેય જોયું છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ ક્યારેય કંઈ બોલ્યા હોય? પરંતુ આજે કર્ણાટકના સીએમ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમને પડકારી રહ્યા છે. કારણ કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેમને આ સ્ક્રિપ્ટ લખી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular