નાગપુર: બે રાજ્યો વચ્ચેના સીમાવિવાદ વચ્ચે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈના બનાવટી ટ્વિટર હેન્ડલના મુદ્દે મહારાષ્ટ્રને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું હોવાનો દાવો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે કર્યો હતો. આ અંગે તેમણે મહારાષ્ટ્ર સરકારે મૌન કેમ સેવ્યું છે એવો સવાલ પણ કર્યો હતો.
મને એવું જણાઇ રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર આ મામલે કર્ણાટકને બનાવટી ટ્વિટર એકાન્ટના મુદ્દા પરના વિવાદનેં દૂર કરવામાં મદદ કરી રહી છે, જેમાં ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો પર દાવો કરતી ટ્વિટ કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમ્માઈ દ્વારા પોસ્ટ કરાઈ નહોતી, એવું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગત સપ્તાહમાં કહ્યું હતું.
(પીટીઆઈ)
મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ મુદ્દો, બનાવટી ટ્વિટર એકાઉન્ટને લઇ મહારાષ્ટ્રને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે: અશોક ચવ્હાણ
RELATED ARTICLES