મહારાષ્ટ્ર એચએસસીનું પરિણામ જાહેર, છોકરીઓએ મારી બાજી, કોંકણ ટોપ પર, મુંબઇ છેલ્લું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રનું બારમા ધોરણનું એટલે કે HSCનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે બારમા ધોરણનું પરિણામ 94. 22 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ કોકણનું 97.21 ટકા અને મુંબઈનું 90.91 ટકા છે. રાજ્યનું પરિણામ 94.22 ટકા આવ્યું છે. બોર્ડની પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી છે. બોર્ડના ચેરમેન શરદ ગોસાવીએ પરીક્ષા અને પરિણામ અંગે માહિતી આપી હતી. દરમિયાન આ વર્ષે પણ પરિણામમાં છોકરીઓનો બાજી મારી છે. આ વર્ષે કોંકણ અને મુંબઈમાં અનુક્રમે સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું છે.
પરીક્ષા માટે તમામ ઘટકોને યોગ્ય રીતે સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ અને સરકારની સૂચનાઓ તમામને પહોંચાડવામાં આવી હતી. આ શરદ ગોસાવીએ  જણાવ્યું હતું કે આ વર્ષની એચએસસી પરીક્ષાની વિશેષતા એ હતી કે આ વર્ષે શાળામાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓની માનસિકતા પરીક્ષા માટે હકારાત્મક બની હતી. ધોરણ XII માટે કુલ 153 વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. વિજ્ઞાન શાખા માટે મરાઠી, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં પ્રશ્નપત્રો હતા. અન્ય શાખાઓ માટે મરાઠી, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, ગુજરાતી અને કન્નડ એમ છ માધ્યમોમાંથી
પ્રશ્નપત્રોની પસંદગી કરવાની છૂટ આપવામાં આવી હતી.
શાળાઓ અને જુનિયર કોલેજો વેબસાઈટ પર તેમના સંકલિત પરિણામો જોઈ શકશે:- www.mahahsscboard.in
વિદ્યાર્થીઓ નીચેની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશેઃ
તે ઉપરાંત વિદ્યાર્થીઓ http://hscresult.mkcl.org, http://www.mahresults.org.in વેબસાઇટ પર પણ તેમનું પરિણામ જોઇ શકશે.
SMS દ્વારા પરિણામ જાણવા માટે

1) મોબાઇલમાં SMS એપ્લિકેશન પર જાઓ 2) MH (પરીક્ષાનું નામ) પછી તમારો રોલ નંબર લખો 3) તમને નવી વિંડો પર રીડાયરેક્ટ કરવામાં આવશે. લોગીન કરવા માટે તમારો રોલ નંબર અને પાસવર્ડ દાખલ કરો. 4) એકવાર થઈ જાય પછી પરિણામ નવા પૃષ્ઠમાં ખુલશે. 5) ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે દસ્તાવેજની પ્રિન્ટ લો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.