Homeઆમચી મુંબઈમહારાષ્ટ્રના રાજ્યપાલે ફરી વિવાદનો મધપૂડો છંછેડ્યો, છત્રપતિ શિવાજી મહારાજ વિશે કહી આ...

મહારાષ્ટ્રના રાજ્યપાલે ફરી વિવાદનો મધપૂડો છંછેડ્યો, છત્રપતિ શિવાજી મહારાજ વિશે કહી આ વાત

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચાનું કારણ બની રહ્યા છે. ઔરંગાબાદ સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં સામેલ થયાં હતાં ત્યાં તેમણે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને એનસીપી સુપ્રીમો શરદ પવારને ડી.લિટની ઉપાધિ આપી હતી.

દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરીને જણાવ્યું હતું કે, પહેલા આપણે સ્કૂલમાં ભણતા હતાં ત્યારે પૂછવામાં આવતું કે તમારા મનપંસદ હીરો અથવા નેતા કોણ છે? ત્યારે આપણે સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ અને ગાંધીજી કહેતા હતાં, પરંતુ મને લાગે છે કે જો કોઈ તમને પૂછે કે તમારા આદર્શ કોણ છે તો તમારે શોધવા જવાની જરૂર નથી, તે અહીં મહારાષ્ટ્રમાં જ છે. છત્રપતિ શિવાજી મહારાજ જૂના યુગની વાત છે. નવા યુગમાં બાબા સાહેબ આંબેડકરથી લઈને નીતિન ગડકરી સુધી બધા અહીં જ મળી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યપાલ કોશિયારીએ એક સાર્વજનિક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સ્પેશિયલી મુંબઈ-થાણેમના ગુજરાતી રાજસ્થાનીઓને કાઢી નાંખો તો મહારાષ્ટ્રમાં પૈસા બચશે જ નહીં. આ મુંબઈ આર્થિક રાજધાની કહેવાશે જ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular