Maharashtraમાં રાજકીય કટોકટી વચ્ચે કોરોનાનું સંકટ! રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી Corona +ve

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યાના સમાચાર જાણવા મળ્યા છે. બુધવારે સવારે તેમને સારવાર માટે દક્ષિણ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ એક સંકટ ઊભું થયું છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને આજે કોવિડ-19ની સારવાર માટે મુંબઈની HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 21 જૂનના રોજ રાજ્યપાલ કોશિયારીએ તેમના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભગત સિંહ કોશિયારી જાહેર કાર્યક્રમોમાં હમેશા માસ્ક પહેરે છે.

કોરોના કેસની વાત કરીએ તો મંગળવારે મહારાષ્ટ્રમાં 3,659 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા, જેમાં મુંબઈમાં 1,781 નવા કેસ મળી આવ્યા છે. મંગળવારે રાજ્યમાંં કોરોનાને કારણે એકનું મોત નોંધાયું હતું. સોમવારની તુલનામાં મંગળવારે 55 ટકા વધુ કેસ નોંધાયા હોવાથી અને તેમાં પણ મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યા વધુ હોવાથી  રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.