ઔરંગાબાદ: મહારાષ્ટ્ર સરકાર રાજ્યના તમામ ૩૬ જિલ્લાઓમાં અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ૭૨ છાત્રાલયો બાંધવાનું આયોજન કરી રહી છે, એમ સહકાર, ઓબીસી અને બહુજન કલ્યાણના કેબિનેટ પ્રધાન અતુલ સેવે ગુરુવારે જણાવ્યું હતું.
મહેસૂલ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે તમામ જિલ્લા કલેક્ટરને આ સૂચિત છાત્રાલયો માટે વહેલી તકે જમીન ફાળવવા સૂચના આપી છે, એમ તેમણે મધ્ય મહારાષ્ટ્રમાં એક પ્રેસ મીટમાં જણાવ્યું હતું. ઔરંગાબાદ (પૂર્વ) ના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય શનિવારે (૨૫ ફેબ્રુઆરી) શહેરમાં યુવાનો માટે રોજગાર અભિયાન યોજશે. લગભગ ૪૦ કંપનીઓ, બેંકો અને કૌશલ્ય વિકાસ એજન્સીઓ આ અભિયાનમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
ઓબીસી મંત્રાલય અને તેના દ્વારા શરૂ કરાયેલી કલ્યાણ યોજનાઓ વિશે વાત કરતા સેવેએ કહ્યું હતુ કે અમે ઓબીસી વિદ્યાર્થીઓ માટે મહારાષ્ટ્રના ૩૬ જિલ્લામાં ૭૨ છાત્રાલયો બાંધવાની યોજના બનાવીએ છીએ. રાધાકૃષ્ણ વિખે પાટીલે તમામ જિલ્લા કલેક્ટરને તેના માટે જમીન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના આપી છે.
રાજ્ય સરકારે વિદેશી શિષ્યવૃત્તિઓની સંખ્યા અગાઉ ૧૦ થી વધારીને હવે ૫૦ કરી છે. એરોપ્લેન ઉડાવવાના તાલીમ કાર્યક્રમમાં આ વર્ષે ૨૦ પુરૂષ ઉમેદવારોની નોંધણી થઈ છે. આવતા વર્ષથી ૨૦ મહિલા ઉમેદવારો કાર્યક્રમ હેઠળ નોંધવામાં આવશે, એમ સેવે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકાર ઓબીસી વિદ્યાર્થીઓ માટે ૭૨ છાત્રાલય બાંધશે
RELATED ARTICLES