જીસ કા ડર થા વહી હુઆ! ઉલ્હાસનગરની ઈમારતનો સ્લેબ પડતાં ચારના મોત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈની લગોલગ આવેલા ઉલ્હાસનગરની એક ઈમારતનો સ્લેબ પડતાં ચાર લોકોના કરુણ મોત નિપજ્યા છે. કેંપ પાંચમાં થયેલી આ દુર્ઘટનામાં એકને ગંભીર ઈજા પહોંચી છે, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માનસ ટાવર નામની ઈમારતના ત્રીજા માળે સ્લેબ પડતાં આ દુર્ઘટના બની હોવાની માહિતી સંબંધિત સૂત્રોએ આપી છે.

બપોરના સમયે ઈમારતના ત્રીજા માળે સ્લેબ પડીને સીધો ગ્રાઉન્ડ ફ્લોર પરની ચક્કી પર પડ્યો હતો અને કાટમાળ નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતાં. આ ભયાનક દુર્ઘટનામાં પાંચ લોકોને કાઢી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે. એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે.
માનસ ટાવરને ઉલ્હાસનગર પાલિકા પ્રશાસન દ્વારા જર્જરિત ઘોષિત કરવામાં આવી હતી અને ખાલી પણ કરવામાં આવી હતી. જોકે, કેટલાક લોકોને બીજી જગ્યાએ શિફ્ટ થવામાં પરેશાની થઈ રહી હોવાથી તેઓ આ બિલ્ડિંગમાં છુપાઈને રહેતા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.