મહારાષ્ટ્ર કોંગ્રેસ અને એનસીપીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ડર, સીએમ શિંદેના દાવાને કારણે બંને પક્ષો ગભરાટમાં

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Maharashtra Congress and NCP fear cross voting in presidential election due to CM Shinde’s claim
મહારાષ્ટ્ર કોંગ્રેસ અને એનસીપીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ડર, સીએમ શિંદેના દાવાને કારણે બંને પક્ષો ગભરાટમાં

દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો પણ મતદાન કરવાના છે. વિરોધ પક્ષોમાં ક્રોસ વોટિંગની શક્યતાને લઈને ચિંતા છે. ધારાસભ્યો અને સાંસદો ભારતના રાષ્ટ્રપતિને ચૂંટવા માટે ઈલેક્ટોરલ કોલેજનો ભાગ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ, મહારાષ્ટ્રમાં બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓ, તેમના ધારાસભ્યો સાથે પહેલેથી જ બેઠકો યોજી ચૂક્યા છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં કોઈ ક્રોસ વોટિંગ ન થાય.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે દાવો કર્યો હતો કે મુર્મુને રાજ્યના 200 ધારાસભ્યોનું સમર્થન મળશે, જેને લઇને વિપક્ષમાં ચિંતાનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રાજ્યસભાની ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ થયું હતું. વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના તમામ પાંચ ઉમેદવારોએ 10 બેઠકો જીતી હતી, જ્યારે તેની પોતાની સંખ્યા સાથે, ભાજપ માત્ર ચાર બેઠકો જીતી શક્યું હતું. શિવસેના અને એનસીપીએ બે-બે સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર એક સીટ જીતી શકી હતી.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, “એનસીપી અને કોંગ્રેસ વચ્ચે તેમના મતોને બચાવવા માટે કેટલીક ચિંતાઓ છે. કોંગ્રેસને પહેલાથી જ વિધાન પરિષદની ચૂંટણીમાં શરમનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેનો એક ઉમેદવાર ભાજપ સામે હારી ગયો હતો. અમે આવુ ફરીથી થાય એમ ઈચ્છતા નથી. .” ભાજપ પાસે હાલમાં 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં 106 ધારાસભ્યો છે, જેમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથના 40 ઉપરાંત ભાજપને ટેકો આપનારા 10 અપક્ષનો સમાવેશ થાય છે.
એક રાજકીય વિશ્લેષકે જણાવ્યું હતું કે, “ક્રોસ વોટિંગ વિના મુર્મુ 200 ધારાસભ્યોના મત મેળવી શકતા નથી, જેનો સીએમ શિંદેએ દાવો કર્યો છે. જો મુર્મુને 200 મત મળે છે, તો તે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના માટે વધુ એક ફટકો હશે. ” ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ 15 ધારાસભ્યો સાથે મુર્મુને સમર્થન જાહેર કર્યું છે. એનસીપી અને કોંગ્રેસ પાસે અનુક્રમે 53 અને 44 ધારાસભ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.