શિંદે બનશે સીએમ…ગોવાની હોટેલમાં રોકાયેલા ધારાસભ્યો ખુશીના માર્યા ઝૂમી ઉઠ્યા, ટેબલ પર ચડીને કર્યો ડાન્સ, વીડિયો વાઇરલ

દેશ વિદેશ

Mumbai: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનાવવામાં આવ્યા હોવાની ખબર મળતા જ ગોવાની હોટેલમાં રોકાયેલા શિંદે જૂથના ધારાસભ્યોએ ઉજવણી કરી હતી. ધારાસભ્યોએ મરાઠી ગીત પર ઠુમકા લગાવ્યા હતા, તો કેટલાક ધારાસભ્યોએ તો વળી ટેબલ પર ચડીને ડાન્સ કર્યો હતો.

ધારાસભ્યોનો ડાન્સનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોને જોયા બાદ લોકો વિવિધ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. યૂઝર્સ આરારારાર ખતરનાક. ભાઇ ઐસે તો હોસ્ટેલ મેં નાચતે હૈ હમ લોગ, અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ. ક્યા બવાલ હૈ યાર, વગેરે જેવી કમેન્ટ કરી રહ્યા છે. ધારાસભ્યોએ શિંદેને વીડિયો કોલ કરીને તેમને શુભેચ્છા આપી હતી.

YouTube player

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.