મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં બહુમત સાબિત કરશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈએ યોજાશે. 2 જુલાઈએ સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશન દાખલ કરવામાં આવશે, 3 જુલાઈએ સ્પીકરની ચૂંટણી યોજાશે અને 4 જુલાઈએ વિશ્વાસનો મત લેવામાં આવશે.
શિંદેએ ગુરુવારે મહારાષ્ટ્રના 20મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા,
એક આશ્ચર્યજનક પગલામાં, ફડણવીસે ગુરુવારે સાંજે જાહેરાત કરી હતી કે શિવસેનામાં બળવાનું નેતૃત્વ કરનાર એકનાથ શિંદે રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે, જ્યારે તેઓ પોતે નવી સરકારમાંથી બહાર રહેશે. જોકે, તેમના પક્ષના કેન્દ્રીય નેતૃત્વની વિનંતીને પગલે તેઓએ નાયબ મુખ્ય પ્રધાન બનવાનું પસંદ કર્યું હતું.
શિંદેએ 288 સભ્યોના ગૃહમાં શિવસેનાના 39 ધારાસભ્યો, ઘણા અપક્ષો અને ભાજપના 106 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. તેમને વિશ્વાસ મત જીતવા અને રાજ્યના મુખ્યપ્રધાન બનવા માટે તેમની તરફેણમાં 145 મતોની જરૂર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.