CWG 2022: મહારાષ્ટ્ર સરકારે સિલ્વર મેડલિસ્ટ સંકેતને આપી ભેટ, મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

કોમન વેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ વેઈટલિફ્ટર સંકેત સરગરને મહારાષ્ટ્ર સરકાર તરફથી 30 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કરી હતી. એટલું જ નહીં સરગરના ટ્રેનરને પણ સાત લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

નોંધનીય છે કે કોમન વેલ્થ ગેમ્સમાં શનિવારે ભારત માટે પહેલું મેડલ જીતનારા સંકેત સરગરના ખભા પર ઈજા થવાને કારણે તે ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગયો હતો, પરંતુ તેણે 55 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.