CM શિંદેના ઘરે થયું બાપ્પાનું આગમન! વર્ષા બંગ્લોઝમાં ધામધૂમથી કર્યું સ્વાગત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં 10 દિવસીય ગણેશોત્સવ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે સવારે દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ભગવાન ગણેશનું સ્વાગત કર્યું હતું. મુખ્ય પ્રધાન શિંદેએ તેમની પત્ની લતા, પુત્ર અને લોકસભા સાંસદ શ્રીકાંત શિંદે અને તેમના પૌત્ર રુદ્રાંશ સાથે ગણેશ મૂર્તિની પૂજા કરી હતી.

YouTube player

(CM શિંદેએ ગણેશભક્તોને આપી શુભેચ્છા)

 

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને અને શ્રી ઠાકરેની આગેવાની હેઠળની સેના-એનસીપી-કોંગ્રેસ સરકારને તોડી પાડ્યા પછી એકનાથ શિંદે આ વર્ષે 30 જૂને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા.

મુખ્ય પ્રધાનના સચિવાલયે જણાવ્યું હતું કે શ્રી શિંદેએ રાજ્યના લોકોના સુખ અને સંતોષ માટે ભગવાનના આશીર્વાદ માંગ્યા હતા. બાદમાં શિંદે પરિવારે પણ થાણેમાં તેમના ખાનગી નિવાસસ્થાને ગણેશનું સ્વાગત કર્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે પણ દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘સાગર’ ખાતે ભગવાન ગણેશનું સ્વાગત કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.