Maharashtra Cabinet Expansion: શિંદે જૂથે નક્કી કર્યો ફોર્મ્યૂલા, ભાજપના ખાતે આટલા વિભાગ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં એક મહિનાથી અટકાયેલું કેબિનેટ વિસ્તરણ ટૂંક સમયમાં થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રધાનમંડળના વિસ્તારને લઈને સીએમ એકનાથ શિંદેએ તેમના જૂથના વિધાનસભ્યો સાથે મનોમંથન કર્યા બાદ ફોર્મ્યૂલા તૈયાર કર્યો છે. ભાજપ અને શિંદે વચ્ચે 60-40નો ફોર્મ્યૂલા નક્કી થયો છે. શિંદેએ આ અંગે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વિચારણા કરી છે અને આ કારણે શિંદેનો દિલ્હી પ્રવાસ રદ થયો હોવાની ચર્ચા થઈ રહી છે.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર શિંદે જૂથ તરફથી 20 વિભાગની માગણી કરવામાં આવી હતી, જે બાદ 15થી 17 પ્રધાન પદ ભાજપ હાઈકમાન આપવા રાજી થઈ છે.

એકનાથ શિંદે કેબિનેટ વિસ્તરણની તારીખ નક્કી કરવા ગમે ત્યારે દિલ્હી જઈ શકે છે. ઠાકરે સરકારમાં પ્રધાન રહી ચૂકેલા શિંદે જૂથના નેતાઓને પણ પ્રધાન પદ મળી શકે છે. આ ઉપરાંત નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી શકે છે. જે વિધાનસભ્યોને પ્રધાન પદ નહીં મળે તેમને કોર્પોરેશનમાં ચેરમેનનું પદ આપવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.