મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ જ અઠવાડિયામાં કેબિનેટ વિસ્તરણ કરવા જઈ રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. કહેવાઈ રહ્યું છે કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ વિભાગ રહેશે. પ્રધાનમંડળમાં ઓછામાં ઓછા 15 પ્રધાનનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટીલને પણ પ્રધાનપદ મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેબિનેટ વિસ્તરણ બાદ ભાજપને નવા પ્રદેશાધ્યક્ષ મળે એવી માહિતી પણ મળી રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીમાં છે. તેમણે પીએમ મોદીના નેતૃત્ત્વ હેઠળની નીતિ આયોગની હેઠકમાં ભાગ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શિંદે સરકારના કાર્યકાળને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ રાજ્યના પ્રધાનમંડળનો વિસ્તાર હજુ સુધી થયો નથી. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર શિંદે અને ફડણવીસ દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓ સાથે કેબિનેટ વિસ્તરણ મુદ્દે ચર્ચા કરી શકે છે.

 

 

 

Google search engine