cabinet expantion of Maharashtra: BJPના નવ નેતાઓ અને Shivsena ના નવ નેતાઓએ શપથ ગ્રહણ કર્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 40 દિવસ બાદ આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. શિંદેની કેબિનેટમાં અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી રહેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને પણ સ્થાન મળ્યું છે. ભાજપ અને શિંદે જૂથના 9-9 મંત્રીઓ કેબિનેટમાં સામેલ થયા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજભવન ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં તમામને શપથ લેવડાવ્યા હતા. મોટી વાત એ છે કે શપથ ગ્રહણ કરનારા પ્રધાનોમાં એક પણ મહિલા પ્રધાન સામેલ નથી.

મંત્રીમંડળમાં ભાજપના ગિરીશ મહાજન, ચંદ્રકાંત પાટીલ, રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુધીર મુનગંટીવાર, વિજયકુમાર ગાવિત, સુરેશ ખાડે, અતુલ સાવે, મંગલ પ્રભાત લોઢા અને રવિન્દ્ર ચવ્હાણનો સમાવેશ થાય છે.

એકનાથ શિંદે જૂથના દાદા ભૂસે, શંભુરાજે દેસાઇ, સંદિપન ભુમરે, ઉદય સામંત, તાનાજી સાવંત. અબ્દુલ સત્તાર, દિપક કેસરકર, ગુલાબરાવ પાટિલ અને સંજય રાઠોડને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

નોંધનીય છે કે શિંદે જૂથના ધારાસભ્ય સંજય રાઠોડને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. સંજય રાઠોડ મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી હતા. ટિકટૉક સ્ટાર પૂજા ચવ્હાણ મૃત્યુ કેસમાં તેમણે તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ભાજપે જ તેમના રાજીનામાની માંગ કરી હતી. જોકે, જુલાઈ મહિનામાં મીડિયા સાથે વાત કરતા મુખ્ય પ્રધાન શિંદેએ ખુલાસો કર્યો હતો કે પોલીસે રાઠોડને ક્લીનચીટ આપી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.