Maharashtra Cabinet Expansion: ખાતા ફાળવણી બાદ શિંદે જૂથના નેતાઓ નારાજ?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા વહેચણી બાદ શિંદે જૂથના ત્રણ નેતાઓ નારાજ હોવાની માહિતી સામે આવી રહી છે. મનપસંદ વિભાગ ન મળ્યા હોવાને કારણે સીએમ એકનાથ શિંદેના જૂથના દાદા ભુસે, સંદિપાન ભુમરે અને દિપક કેસરકર નારાજ હોવાનું જાણવા મળ્યું છે. કહેવાઈ રહ્યું છે કે બંદર અને ખાણકામ વિભાગ મળ્યું હોવાથી દાદા ભુસે સૌથી વધુ નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી બાજુ રોજગાર ફળ ઉત્પાદનનું જૂનું ખાતું મળ્યું હોવાથી સંદિપાન ભુમરે પણ નાખુશ છે. દિપક કેસરકરને પણ શાળા શિક્ષણનું ખાતું મળ્યું હોવાથી તેઓ અસંતોષ અનુભવી રહ્યા છે.
કેબિનેટ પ્રધાનોની નારાજી સામે આવ્યા બાદ મુખ્ય પ્રધાન શિંદેની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. એકનાથ શિંદેએ શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પડકાર આપીને બળવાખોરી કરી હતી અને હવે તેમના જૂથના નેતાઓની નારાજગી દૂર કેવી રીતે કરવી તે પ્રશ્ન સીએમ શિંદેને સતાવી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.